Sports

શ્રીલંકા છઠ્ઠીવાર એશિયા કપ ચેમ્પિયન

દુબઇ: એશિયા કપ (Asia Cup) ક્રિકેટ ટૂર્નમેન્ટની આજે રવિવારે અહીં રમાયેલી ફાઇનલમાં (Final) ટોપ ઓર્ડરની નિષ્ફળતા છતાં ભનુકા રાજપક્ષેની નોટઆઉટ (Not Out) અર્ધસદી અને વનિન્દુ હસરંગા અને ચમિકા કરૂણારત્ને સાથેની બે અર્ધશતકીય ભાગીદારીઓને પ્રતાપે શ્રીલંકાએ 20 ઓવરમાં છ વિકેટે 170 રન બનાવીને મૂકેલા 171 રનના વિજય લક્ષ્યાંક સામે પાકિસ્તાન અંતિમ ઓવરના છેલ્લા બોલે 147 રને ઓલઆઉટ થયું હતું અને શ્રીલંકાએ મેચ 24 રને જીતવા સાથે છઠ્ઠીવાર એશિયા કપ ચેમ્પિયન બન્યું હતું

લક્ષ્યાંક આંબવા માટે મેદાને પડેલી પાકિસ્તાન ટીમે ચોથી ઓવરમાં જ 22 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. મહંમદ રિઝવાન અને ઇફ્તિખાર અહેમદે મળીને તે પછી 71 રનની ભાગીદારી કરીને સ્કોર 93 રન સુધી લઇ ગયા હતા, ત્યારે ઇફ્તિખાર અંગત 32 રન કરીને આઉટ થયો હતો. તે પછી મહંમદ નવાઝ પણ માત્ર છ રન કરીને આઉટ થયો હતો. રિઝવાન પણ 49 બોલમાં 55 રન કરીને આઉટ થયો હતો. હસરંગાની એ ઓવરમાં પાકિસ્તાને કુલ ત્રણ વિેકેટ ગુમાવી દેતા તેમનો સ્કોર 7 વિકેટે 112 રન થયો હતો અને તેમને અંતિમ ત્રણ ઓવરમાં જીતવા માટે 59 રનની જરૂર હતી અને અંતે તેઓ 147 રને ઓલઆઉટ થતાં શ્રીલંકા 24 રને મેચ જીત્યું હતું.]

  • 58 રનમાં 5 વિકેટ ગુમાવ્યા પછી શ્રીલંકાએ રાજપક્ષેની તોફાની ઇનિંગ અને હસરંગા તેમજ કરૂણરત્ને સાથેની ભાગીદારીની મદદથી 170 રન બનાવ્યા
  • પાકિસ્તાને શરૂઆતમાં જ બે વિકેટ ગુમાવ્યા પછી મહંમદ રિઝવાનની અર્ધશતકીય ઇનિંગ છતાં પાકિસ્તાન 147 રને ઓલઆઉટ થતાં શ્રીલંકા 24 રને જીત્યું

આ પહેલા ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ58 રનના સ્કોર સુધીમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી રાજપક્ષે અને હસરંગાએ મળીને 58 રનની ઝડપી ભાગીદારી કરી શ્રીંલકાને મૂશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું, હસરંગા 36 રન કરીને આઉટ થયા પછી રાજપક્ષેએ કરુણારત્ને સાથે 54 રનની નોટઆઉટ ભાગીદારી કરીને સ્કોર 170 પર પહોંચાડ્યો હતો. રાજપક્ષે 45 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 71 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી.

Most Popular

To Top