National

ઉદ્ધવ ઠાકરે જૂથને ‘શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે’ નામ મળ્યું, આ હશે ચૂંટણીનું નિશાન

મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્રમાં શિવસેના (Shivsena) સામે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ સામસામે છે. નામ અને પ્રતીકની આ લડાઈમાં ચૂંટણી પંચે (Election Commission) તાજેતરની પેટાચૂંટણીઓને લઈને ઉદ્ધવ ઠાકરે જૂથને નવું નામ અને પક્ષનું પ્રતીક આપ્યું છે. જ્યારે શિંદે જૂથને અત્યાર સુધી માત્ર નામ જ મળ્યું છે. પંચના નિર્ણય અનુસાર ઉદ્ધવ જૂથને મશાલ પ્રતીક માટે મંજૂરી મળી ગઈ છે. આ જૂથનું નામ હવે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે રહેશે. બીજી તરફ શિંદે જૂથનું નામ બાલાસાહેબાંચી શિવસેના છે.

  • ચૂંટણી પંચે તાજેતરની પેટાચૂંટણીઓને લઈને ઉદ્ધવ ઠાકરે જૂથને નવું નામ અને પક્ષનું પ્રતીક આપ્યું
  • ઉદ્ધવ જૂથને મશાલ પ્રતીક માટે મંજૂરી મળી ગઈ છે
  • શિંદે જૂથનું નામ બાલાસાહેબાંચી શિવસેના છે
  • એકનાથ શિંદે જૂથને અત્યાર સુધી કોઈ ચૂંટણી નિશાન નથી મળ્યું

ચૂંટણી પંચે અંધેરી પૂર્વ પેટાચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે કેમ્પનું નામ ‘શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે’ રાખ્યું છે. આ ઉપરાંત ચૂંટણીમાં ‘મશાલ’ ચિન્હ તરીકે મંજૂર થઈ છે. બીજી તરફ એકનાથ શિંદે જૂથને અત્યાર સુધી કોઈ ચૂંટણી નિશાન નથી મળ્યું. તેમની પાર્ટીનું નામ બાલાસાહેબાંચી શિવસેના (જેનો અર્થ છે બાળાસાહેબની શિવસેના) છે. ચૂંટણી પંચે તેમને ત્રણ નવા ચૂંટણી ચિહ્નો મોકલવા કહ્યું છે.

બંને જૂથો એક જ નામ ઇચ્છતા હતા
દરમિયાન એવું બહાર આવ્યું છે કે શિવસેના (બાળાસાહેબ ઠાકરે) બંને જૂથો આ એકજ નામ ઇચ્છતા હતા. જ્યારે ચૂંટણી પંચે પ્રતીક અને નવા નામ માટે ત્રણ વિકલ્પો માંગ્યા હતા. બંને જૂથોની સામાન્ય માંગને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે બંને જૂથોને આ નામ આપ્યું નથી.

ઉદ્ધવ જૂથને ત્રિશૂળ અને ઉગતો સૂર્ય ચૂંટણી ચિન્હ કેમ ન મળ્યું
ઉદ્ધવ જૂથને ‘ત્રિશૂલ’ પ્રતીક નથી મળ્યું કારણ કે તેમાં ધાર્મિક પ્રતીક છે. ‘રાઈઝિંગ સૂરજ’ ન મળી શક્યું કારણ કે તે ડીએમકે પાસે છે. ‘મશાલ’ ચૂંટણી ચિહ્ન 2004 સુધી સમતા પાર્ટી પાસે હતું. ત્યારપછી તે કોઈને ફાળવવામાં આવ્યું ન હતું. તેથી આ પ્રતીક ઉદ્ધવ જૂથને આપવામાં આવ્યું છે.

શિંદે જૂથે આ નવા વિકલ્પો આપ્યા
શિંદે જૂથે તેના ચૂંટણી ચિન્હના વિકલ્પો તરીકે ગદા, ઉગતા સૂર્ય અને ત્રિશૂળના પ્રતીકોમાંથી કોઈપણ એક માટે કહ્યું હતું. પંચે ત્રિશુલ, ગદાને ધાર્મિક આધાર પર અયોગ્ય ઠેરવ્યા છે. જ્યારે ઉગતો સૂર્ય પહેલેથી જ પક્ષનું પ્રતીક છે. હવે એકનાથ શિંદે જૂથને 11 ઓક્ટોબરે સવારે 10 વાગ્યા સુધીમાં તેમની પસંદગીના ત્રણ નવા પ્રતીકો જણાવવા માટે કહેવામાં આવ્યું છે. તેના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે.

Most Popular

To Top