Columns

શિવાજીએ સુરત લૂંટ્યું ને ઔરંગઝેબે કોટ બંધાવ્યો? શું મુઘલકાળમાં શહેરીકરણ થયું?

અકબરે 1573માં સુરત જીત્યું. અકબરે સુરતની વહીવટી અને આવકની દૃષ્ટિએ અગત્ય પીછાની ગુજરાત સૂબા (પ્રાન્ત)નો ‘સરકાર’ બનાવ્યો એટલે કે વહીવટી અને આવકનો વિભાગ. પરંતુ સુરત સરકારના બધા જ અધિકારીઓને આગ્રા, દિલ્હીની રાજધાનીની હકૂમત હેઠળ મૂકયા. કિલ્લેદાર, મુત્સદી કિલ્લાને બે અધિકારી સુરતનો ગવર્નર હાકેમ રહેતો. સુરત મક્કા હજ કરવા માટેનું દ્વાર હતું. મક્કાઇ પુલ, મકાઇ ઓવરો, ભાગોળે બનાવાયા. હજયાત્રીઓનો નાયક ‘મિરે હજ’ કહેવાયો. મુત્સદી જકાત તેમ જ પ્રાંતનું મહેસૂલ ઉઘરાવે. ટંકશાળનો mintmaster દરોગા રહેતો.

patron client Relationship
મુઘલકાળમાં અકબર, જહાંગીર, શાહજહાં સમયમાં શહેરીકરણની પ્રક્રિયાએ નવું સ્વરૂપ લીધું. આશ્રયદાતા અને આશ્રિતોના આવાસો એટલે Patron Client relationship ઉપર નવા વિસ્તારો ઊભા થયા. સુરતનો કિલ્લો મુત્સદી એ સત્તાનું કેન્દ્ર હતું. તેની આસપાસના વિસ્તારો અમલદારોના આવાસો થયા તેમની સાથે વગ ધરાવતા ધનાઢય વેપારીનો વસવાટ થયો. કારીગરો, મજૂરો, સામાન્ય જનતા આવાસો શહેર અને પરા વિસ્તારમાં ફેલાયા. તાપી નદીને કિનારે કિલ્લો અને કિનારે કિનારે ફુરજા ઘર, જકાતી નાકું, મુગલસરાઇ અને જહાંગીર આવ્યા પછી જહાંગીરપરા પણ નદીના તટ ઉપર વિસ્તર્યા. શાહજહાને તેની પુત્રી જહાનઆરાને સુરતની આવક ભેટમાં આપી. 1698માં જહાનઆરા મુગલસરાઇમાં રહી. મુલ્લાચકલો ખુદાવંતખાન ગવર્નરે બંધાવ્યો. અંગ્રેજ કોઠીને બાદશાહી ફરમાન મળતા આ જ વિસ્તારમાં 1613માં કોઠી અહીં ખસેડાઇ. ડચો પણ સુરત શહેરનો અંતરિયાળ ભાગ છોડી 1622માં અહીં કોઠી લઇ આવ્યા. અહીંની આસપાસ વીરજી વોરા, આઝિ ઝયિદ બેગ, અબ્દુલ ગફુર, હરિવૈશ્ય જેવા વેપારીઓ રહેતા. આમ સુરતનો કિલ્લો કસ્ટમ હાઉસ, ટંકશાળા નાણાવટ, સરાઇઓ, બજારો, વીમા એજન્સી જહાજવાડા માટે પ્રસિધ્ધ હતું. મક્કા, મદીનાની યાત્રા માટે ઓવરો પણ નદીને કિનારે હતો.

Indigenous business અને Commerceના વિકાસનો
ઉત્તમ પ્રકાર સુરત બંદરના આંતરરાષ્ટ્રિય તખ્તા ઉપર જોવા મળે છે. યુરોપમાં વેપાર-વાણિજયની ક્રાન્તિ 15મા 16મા સૈકામાં થઇ ચૂકી હતી. બજારો, બેન્ક પધ્ધતિ, ચલણી નાણાનું વર્ચસ્વ વેપાર રોજગારની કંપનીઓ, શેરભંડોળ દ્વારા પૈસો મૂડીરૂપે એકત્રિત કરાતો. રાજયનો પણ ટેકો. જયારે ગુજરાતમાં વેપારી ખાનગી પેઢીઓ એનું ભંડોળ કેટલું? રાજયનો પણ ટેકો નહીં. ઊલટું રાજયના અમલદારો લાંચિયા, વેપાર-રોજગારમાં ગળાડૂબ ડૂબેલા ખાનગી વેપારીઓને ફાવવા દે નહીં. પ્રશ્ન એ થાય છે કે આવા સંજોગોમાં પણ સુરતના વેપારીઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ કેવી રીતે પામ્યા? કેવી રીતે ટકયા? એક બાજુ વિદેશી કંપનીઓની લૂંટ, ચાંચિયાગીરી અને બીજી બાજુ દેશમાં વિવિધ રીતે આંતરિક વેપાર સંભાળતા.

દેશવિદેશમાં તેમના ધીકતા વેપારની પેઢીઓ તેમના એજન્ટોનો કાફલો સંભાળતા. જાવા, સુમાત્રા મલ્લાકા, બેટિવિયા, બોરનિયો, દક્ષિણના અગ્નિ એશિયા તો પશ્ચિમે રાતો સમુદ્ર, ઇરાનનો અખાત, હિંદી મહાસાગર દ્વારા પૂર્વ આફ્રિકા સુધી વેપાર ખેડતા. અબ્દુલ ગફુર, આઝિ ઝાયદ બેગ મહમદ ચલેબીના વહાણો હતા. મુઘલ બાદશાહો પણ part time traders હતા. શાહજહાન રાતા સમુદ્રનો વેપાર કબજે કરવા માંગતો. જહાંગીર ઝવેરાતનો મોટો વેપારી હતો. ઔરંગઝેબે ઇરાનના અખાતમાં મોકલેલ તેનું ‘તૌફિક’ વહાણ લૂંટાયું હતું. વીરજી વોરા અને બીજા સુરતના વેપારીઓ કાપડ, ગળી, લાખ, મીર, અકીક, પરવાળા, હાથીદાંત, પારો, સીસુ, સૂંઠ, પીપર, ખાંડ, ટીન, ચા, કોફીના પણ વેપારમાં પાછળથી સંકળાયા. વીરજી વોરા વેપારની ગતિવિધિ ઉપર તેજ નજર રાખતો. મુઘલ અને કટુ વેપારીઓને ફાવવા દેતો નહિ. લાંચિયા મુઘલ અમલદારોને સાંકળીને પણ syndicate રચતો.

સુરતના વેપારીઓ સાચા અર્થમાં entrepreneur હતા
બાન્ટુક, બેટિવિચ થઇ આર્કિલેપેગોના મસાલાના ટાપુઓ ઉપરથી પોતાના એજન્ટો મારફતે બધો માલ ખરીદી લેતા. વિદેશી વેપારીઓને તેમની પાસેથી ઊંચા ભાવે ખરીદવાની ફરજ પાડતા. english east india companyના recordsમાં વીરજી વોરા અને બીજા વેપારીઓની ફરિયાદો નોંધાઇ છે. ભીમજી પારેખે સુરતમાં પ્રેસ શરૂ કરવાનું પણ અંગ્રેજ હેન્ની હિલ્સ સાથે વિચારેલું પણ અકબરે અનેક લહિયાઓ બેકાર બને એ હેતુથી અનુમોદન ન આપ્યું. પારેખના વંશજો નગરશેઠ બન્યા હતા.

વેપારીઓના મહાજનો અને પંચો
રાજય અને વેપારી વચ્ચે કડીરૂપ આ મહાજનો અને કારીગરોના પંચો હતો. મહાજનનો વડો શેઠ રહેતો. નગરપતિ તરીકે નગરશેઠ પણ રાજય અને પ્રજાને સાંકળરૂપ હતો. દા.ત. 1664માં સુરતને શિવાજીએ લૂટયું પછી વીરજી વોરા અને કેટલાક વેપારીઓ દિલ્હી ઔરંગઝેબ પાસે સુરતમાં કોટ બંધાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો જે ઔરંગઝેબે 1668થી બંધાવવાનું શરૂ કર્યું હતું. તેવી જ રીતે ચાંચિયાઓ ગુજરાતના વેપારીઓના વહાણો લૂંટતા ત્યારે ફિરંગી, વલંદા કે અંગ્રેજ ચાંચિયાઓને કેદમાં પૂરવાની ફરજ પાડતા. 1644માં ચિંતામણિનું મંદિર ઔરંગઝેબે અમદાવાદમાં તોડયું. નગરશેઠ શાંતિદાસે શાહજહાનને ફરિયાદ કરી. ઔરંગઝેબને બોલાવી લીધા.

શ્રોફ અથવા શરાફ
હૂંડીપ્રથા એ નાણાંની લેવડદેવડ કરવાનો ઉત્તમ પ્રકાર હતો. તે જમાનામાં બેન્કીંગ પ્રથા ન હતી કે ન તો ચેક પ્રથા હતી. વેપારી માલસામાન એક જગ્યાએથી ખરીદે જેની પાસેથી ખરીદે તે તેની પેઢીને જે દૂર વિદેશમાં આવેલી હોય ત્યાં હૂંડી લખી આપે. તેથી તે વેપારીને પૈસા સાથે લઇ જવાનું જોખમ ખેડવું પડતું નહિ. સુરતના વેપારીઓની પેઢીઓ ઇરાનના ઇસફાનથી માંડી બેટિવિયા, મલ્લાકા, બોરનિયો, આકીલેપેગો સુધી રહેતી. મુસાફર જો બે મહિને, ત્રણ મહિને પહોંચે તો તે સમયગાળાનો વટાવ દર પણ ચૂકવાતો. શરાફ વિદેશી સિક્કાઓના તોલ, માપ પ્રમાણે કિંમત કરે. ચલણી નાણામાં કોડીઓમાં બદલી આપે. સિક્કાઓ મોટે ભાગે સોનાચાંદીના રહેતા. જો સિક્કો નવો જૂનો હોય, ઘસાયા હોય તો તે પ્રમાણે ઘસાઇ કપાતી. તે 4 % સુધી પણ હોય. ખોટા રૂપિયા કોથળીમાં નીકળે તો સખત કેદની સજા થતી. વિદેશી સિક્કાઓ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, પોર્ટુગીઝ, હોલેન્ડ, નેધરલેન્ડ, જર્મની, હંગેરી, ડેન્માર્ક બધેથી ઠલવાતા. Surat was a sink where gold from all quaters drained never to return back.

જકાતીનાકું
માલસામાન ઊતરે કે તરત જકાતનાકે લઇ જવાતો. જકાતી કોન્સ્ટેબલ દરોગા ખૂબ કડક રહેતો. ભેટસોગાદો અને પોતાને મનપસંદ માલ પર નજર રહેતી. લાંચિયા પણ હતા. માલસામાન જોખી દેશી નાણામાં ઢાળી આપતો. સિક્કામાં ભેળસેળ હોય તો ટંકશાળમાં આગમાં નાખી ભેળસેળ કાઢી નાંખી સંપૂર્ણ શુધ્ધ કરવામાં આવતા અને ચોકખી ચાંદી ઉપર કિંમત માલસામાનની અંકાતી. ખોટાખરાની ખાતરી કર્યા વગર સ્વીકારતા ના હતા. વેપારીઓ વિદેશીની છેતરપિંડી કરતા અને વિદેશીઓ પણ દેશી વેપારીઓને છેતરતા તે અંગેની ઘણી ફરિયાદો થતી. આમ મધ્ય યુગને અનુરૂપ એશિયાના કોઇ પણ દેશમાં ના હોય તેવી વેપારી પ્રથા વિકસી હતી.

સુરતના વેપારીઓની કુદરતી આફતો કે માનવસર્જીત આફતો સામે ટકી ઊભા થવાના ખંત અને હિંમત દાદ માંગી લે છે. ડચ, અંગ્રેજો જો મસાલાના ટાપુનો વેપાર કબજે કરે તો સુરતના વેપારી ઇરાન, રાતા સમુદ્રના અખાતો આફ્રિકા સુધી કાપડ, પીપર, સૂંઠ, પરવાળા, અકીક, ટીન વગેરે પહોંચાડતા. વિકલ્પ શોધવો તેમની ગળથૂથીમાં હતું. 1625માં ચક્રવાત, 1630-32માં દુકાન, 1664, 1670માં શિવાજીએ સુરત લૂટયું. 1683માં પ્લેગ, 1810-94 દરમિયાન 13 રેલ, 1914-70 દરમિયાન 13 રેલ, 1837 વિનાશક આગ, 1996, 2006માં ભયંકર રેલ આમ કુદરતી આફતો નદીના મુખમાં કાંપનું ઠલવાતું રહેવું થયા જ કર્યું છે.

છતાં સુરતની અસ્મિતા આજે diamond city તરીકે જગવિખ્યાત છે. રેયોન, આર્ટિફિશ્યલ સિલ્કની પાવરલુમો ધીકતી છે. ઉધના ઔદ્યોગિક વિસ્તાર તરીકે વિકસ્યો છે. તાપી નદી તેની કાળી ફળદ્રુપ જમીન કપાસ, શેરડી, અનાજ, કઠોળનો આજે પણ ‘ગુજરાતનો કોઠાર’ છે. જહાજી ઉદ્યોગ માટે મલબારથી આવતું સાગનું લાકડું આજે પણ વિકસાવી શકાય છે. કુશળ કારીગરો છે. જરીકસબ કિનખાબના કાપડના કુશળ વણકરોને ધ્યાનમાં રાખી આ ઉદ્યોગ સુંદર રીતે વિકસાવી શકાય. જો હજીરામાં silting processને દૂર કરવા technologyનો ઉપયોગ થઇ શકતો હોય તો તે તાપીના મુખત્રિકોણ આગળ ના કરી શકાય? જો શારજાહ, દુબાઇના રણપ્રદેશમાં નંદનવન સમા બગીચાઓ, ફુવારાઓ આધુનિક technologyથી રચી શકાય તો સુરતની ઐતિહાસિક સમૃધ્ધિ વેપાર, વાણિજયની ના લાવી શકાય?

Most Popular

To Top