Entertainment

બોયફ્રેન્ડ સાથે જાહન્વી કપૂર ડેટ પર ગઈ, લોકો અર્જુન કપૂર સમજી કન્ફયુઝ થયાં

મુંબઈ: બોલિવૂડ (Bollywood) એકટ્રેસ જાહન્વી કપૂર હાલ પોતાની ફિલ્મ (Film) બવાલના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે આ વચ્ચે તે પોતાના બોયફ્રેન્ડને (Boyfriend) પણ પૂરતો ટાઈમ આપી રહી છે. જાહન્વી અને તેના બોયફ્રેન્ડનો એક વીડિયો (Video) હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે જેનાં પર જાતજાતની અટકળો થઈ રહી છે. આ ઉપરાંત જાહન્વીના બોયફ્રેન્ડને ઓળખવા માટે લોકોને ઘણું કન્ફયુઝ પણ થઈ રહ્યું છે.

વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જાહન્વી એક બ્લિડિંગમાંથી બહાર આવી ગાડીમાં બેસે છે. તેનો બોયફ્રેન્ડ શેખર પણ તેની સાથે જ હોય છે. આ ઉપરાંત આ કપલે સાથે ટ્યુનિંગ કર્યું હતું. બંનેએ સફેદ કલરનાં કપડાં પહેર્યા હતા. જાહન્વીનો લૂક સ્ટાઈલિશ હતો તેમ છતાં લોકોની નજર જાહન્વી નહિં પણ તેનાં બોયફ્રેન્ડ પર ટકેલી હતી. શેખરની વધેલી બિયર્ડ અને અર્જુન જેવી જ ફેશન સેન્સના કારણે લોકોને કન્ફયુઝન થયું હતું કે જાહન્વી તેના ભાઈ અર્જુન કપૂર સાથે છે. જો કે ત્યાર પછી જોતાં ખબર પડે છે કે આ અર્જુન નહિં પરંતુ તેનો બોયફ્રેન્ડ શેખર હતો.

વીડિયો જોયા બાદ એક ચાહકે લખ્યું ‘એક ક્ષણ માટે લાગ્યું કે તે તેના ભાઈ અર્જુન કપૂર સાથે છે. શું માત્ર હું જ છું જેને આવું લાગ્યું કે તમે પણ મૂંઝવણમાં છો? તેના જવાબમાં ઘણાં લોકોએ કહ્યું કે તેમને પણ આ મૂંઝવણ છે. અન્ય એક વ્યક્તિએ ફની કોમેન્ટ કરીને કહ્યું કે, ‘મને તો આ અર્જુન કપૂરના ભાઈ જેવો લાગ્યો.’ આવા બીજા ઘણાં લોકોએ જુદી જુદી કોમેન્ટ કરી હતી.

જાણો કોણ છે શેખર પહાડીયા
જાહન્વી કપૂર સાથે જોવા મળેલા આ વ્યક્તિનું નામ શેખર પહાડીયા છે. બંનેના રિલેશનમાં હોવાના સમાચાર ઘણાં સમયથી બોલિવૂડમાં ચર્ચામાં હતા. જાહન્વીની ફિલ્મોમાં કરિયર શરૂ થતાં પહેલાથી જ તે શિખરને ડેટ કરતી હતી પરંતુ પછી કોઈક કારણોસર બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. હવે લાંબા સમય બાદ આ કપલ સાથે જોવા મળ્યું છે. શેખર પહાડીયા બોલિવૂડમાંથી નથી પરંતુ રાજકીય પરિવારમાંથી આવે છે. તેઓ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેના પૌત્ર છે. શેખર પહાડીયા પોલો પ્લેયરની સાથે સાથે એક ઉદ્યોગસાહસિક પણ છે.

Most Popular

To Top