Vadodara

જાહેરમાં અશ્લીલ ચેનચાળા કરતી યુવતીને શી-ટીમે ઝડપી પાડી

વડોદરા : દેશ-વિદેશમાં પ્રખ્યાત એમ.એસ.યુનિવર્સિટી નામ ઉપર જ અવરજવર કરતા વિદ્યાર્થીઓને અશ્લીલ ચેનચાળા કરતી યુવતીને પોલીસની ટીમે આબાદ ઝડપી પાડી હતી. છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો અડ્ડો બની ચૂકેલું સયાજીગંજ પોલીસ સ્ટેશન નો વિસ્તાર ડ્રગ ચોરી લૂંટફાટ અને ગુનાહિત કૃતિઓનું જાણે હબ બની ગયું હોય તેમ વધતા જ જાય છે. કોમર્સ ફેકલ્ટીની દીવાલ પાસે આવેલા ઝાડ માં એક યુવતી જાહેરમાં અશ્લીલ ચેનચાળા કરે છે તેવી બાતમીના આધારે સયાજીગંજ પોલીસની શી વોચ ગોઠવી હતી. પોલીસે સતર્કતા પૂર્વક નજર રાખતા એક યુવતી અવર જવર કરતા વિદ્યાર્થીઓ તથા યુવાનોને ગંદા ઈશારા કરી રહી હતી પુરુષોને સામે અશ્લીલ હરકતો કરતી યુવતીને મહિલા પોલીસે ઝડપી પાડી પૂછતાછ હાથ ધરી હતી યુવતી એ જણાવ્યું હતું કે ડભોઇ રોડ ઉપર આવેલા આવાસ ના મકાન માં રહે છે. પોલીસે યુવતીની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

કમાટીબાગમાંથી ચેનચાળા કરતાે આધેડ ઝડપાયો

છેલ્લા એક સપ્તાહથી શહેરની સી ટીમે રખડતા રોમીઓને ઝડપી પાડવાની ઝુંબેશ હાથ ધરી છે. સયાજીગંજની મહિલા પોલીસ સાદા ડ્રેસ માં કમાટીબાગમાં વોચ રાખી હતી બપોરના સમયે એક ઈસમ ઝાડી જાખરાની આડમાં રહીને બેઠો હતો.. કમાટી બાગમાં ફરવા આવેલી એકલદોકલ યુવતીને જોઈને રોમિયો બીભત્સ ચેનચાળા કરતો હતો તે અરસામાં જ મહિલા પોલીસ પસાર થતા રોમિયોએ સીટી મારી હતી પોલીસે દોડધામ મચાવી ને આધેડ ઉંમર ના રોમિયોને ઝડપી પાડયો હતો નામ પૂછતા 55વર્ષના રાજુ હરમનભાઈ પટેલ (રહે,વાડી ટાવર પાસે.બેંક ઓફ બરોડા ની ગલીમાં.) જણાવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરીને જી પી એક્ટ 110 તથા 117મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top