Vadodara

ચેક રિટર્નમાં આરોપીને 1 વર્ષની સજા અને સાત લાખનો દંડ

વડોદરા : હરણી રોડ પરાગરજ સોસાયટી ની પાછળ આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં રહેતા હર્ષ શશીકાંત પર પરલીકર કુબેર ભવન ખાતે રમત ગમત વિભાગ માં નોકરી કરે છે. તેમના મિત્ર અલ્પેશ પ્રજાપતિએ  આરોપી હિરેન મફતભાઈ પ્રજાપતિ (કાયાવરોહણ) સાથે ઓળખાણ કરાવી હતી. કાયાવરોહણ માં પ્રોવિઝન સ્ટોર ની દુકાન ધરાવતા હિરેને ધંધા ના વિકાસ અર્થે હર્ષભાઈ પાસે હાથ ઉછીના નાણાંની માગણી કરી હતી. મિત્ર પર વિશ્વાસ રાખીને ફરિયાદીએ 25.12.2016ના રોજ ૧.૩૦ લાખ રૂપિયા આપ્યા હતા.

આરોપીને ધંધાર્થે વધુ નાણાંની જરૂરિયાત પડતા 17 માં ફરિયાદી પાસે વધુ ૫.૩૦ લાખની માગણી કરી હતી. બંને વખત નાણા આપ્યા બાદ આરોપીએ ફરિયાદીને પ્રોમિસરી નોટ તથા તે અંગે નો કરાર લખી આપ્યો હતો. જે કરારમાં બંનેના કોમન મિત્ર અલ્પેશ પ્રજાપતિ ની સહિઓ પણ કરવામાં આવી હતી. આરોપીએ વિશ્વાસ આપીને એવું પણ જણાવ્યું હતું કે તમામ નાણાં ૧ વર્ષની સમય મર્યાદામાં ચૂકવી આપશે જો કે સમય મર્યાદામાં ના ના મળતા ફરિયાદીએ આરોપીને જાણ કરી હતી આરોપીએ ફરિયાદીને ૬.૬૦ લાખનો ચેક આપ્યો હતો. જે ચેક ફરિયાદીએ 31 .1. 2018 ના રોજ બેંક માં ભર્યો હતો. તારીખ 1 .2.2018 ના રોજ ખાતામાં નાણાં ન હોવાના કારણ સાથે ચેક પરત ફર્યો હતો ત્યારબાદ ફરિયાદીએ આરોપીને બનાવ અંગે જાણ કરી હતી.

આરોપીએ નાણાં આપવાની બદઇરાદાથી બાહેંધરીપત્ર લખી આપ્યો હતો. અને જણાવ્યું હતું કે 7 3 2018 સુધીમાં તમામ નાણા ચૂકવી આપવાની લેખિત બાંહેધરી આપી હતી. બાકી નાણાં ચૂકવવામાં બાર બાર બહાના આરોપીએ બતાવ્યા હતા આરોપીના ઉડાઉ જવાબો થી ત્રાસી ને આખરે ફરિયાદીએ કોર્ટમાં તેમના ધારાશાસ્ત્રી બી એચ મોદી દ્વારા ચેક રીટર્ન ની ફરિયાદ નોંધાવી હતી. એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટના ન્યાયાધીશ ગઢીયા ની કોર્ટમાં ચાલી ગયો હતો. તમામ પુરાવા અને સાક્ષીઓના નિવેદન બાદ અદાલતે આરોપીને એક વર્ષની સજા તથા સાત લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો આરોપીઓ દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top