Vadodara

પદ્માવતી શોપિંગ સેન્ટર અને બેંક ઓફ બરોડાની બાજુમાં આવેલા ગાર્ડનમાં મલ્ટીલેવલ પાર્કિંગ બનાવાશે

વડોદરા : સ્માર્ટ સિટીના ભાગરૂપે  મહાનગરપાલિકા દ્વારા પદ્માવતી શોપિંગ સેન્ટર અને અલકાપુરી વિસ્તારમાં બેક ઓફ બરોડા ની બાજુ માં આવેલ ગાર્ડન પાસે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે પાલિકા માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડેપ્યુટી મેયર સહિત અધિકારીઓ પ્રોજેક્ટના ડેમોસ્ટ્રેશનની નિહાળી, કંપની ના અધિકારીઓ સાથે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે સીટી સ્માર્ટ પ્રોજેક્ટ વડોદરા શહેરમાં પાલિકા દ્વારા ચાલુ કરવાની વિચારણા ચાલી રહી છે. જોકે સ્માર્ટ સિટીના કેટલા સ્માર્ટ પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ ઘોડા દોડાવ્યા છે.હવે નવો સ્માર્ટ સીટી અંતર્ગત પ્રોજેક્ટ વડોદરા શહેરના નાગરિકોને મલ્ટી લેવલ પાર્કિગ સિસ્ટમના સપના બતાવવામાં આવી રહ્યો છે.

શહેર ના પદ્માવતી શોપિંગ સેન્ટરને દૂર કરીને 6 માળનું મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવનાર છે.અને અલકાપુરી આર.સી.દત્ત રોડ પર બેંક ઓફ બરોડાની બાજુમાં મલ્ટીલેવલ રોટેટીંગ પાર્કિંગ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં 1000 જેટલા વાહનોની પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ત્યારે હવે રોટેટીંગ સિસ્ટમ અંતર્ગત મલ્ટીલેવલ પાર્કિંગ પ્રોજેક્ટનું ડેમોલસ્ટેશન હાથ ધરાયું હતું.જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ ડેપ્યુટી મેયર નંદા જોશી અધિકારીઓ અને ખાનગી કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા .આપ્રોજેક્ટ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેથી આવનારા દિવસોમાં ટ્રાફિકનું ભારણ હળવું થઈ શકે. પાલિકા દ્વારા છેલ્લા ચાર વર્ષથી મલ્ટીલેવલ પાર્કિંગ સિસ્ટમન ની માત્ર વાતો કરી રહી છે. હવે જોવાનું એ છે કે પાલિકા ક્યારે મલ્ટીલેવલ પાર્કિંગ સસ્ટિમ બનાવીને નાગરિક તેનો ઉપયોગ કરી શકશે. પાલિકા માં માત્ર સ્માર્ટ અધિકારીઓ – નેતાઓ સ્માર્ટ પ્રોજેક્ટ ના નામે સ્માર્ટ ભ્રષ્ટાચાર કરશે.

Most Popular

To Top