Vadodara

ટેમ્પોમાં પંચર થતા ટાયર બદલતી વખતે અન્ય વાહને અડફેટે લેતા મોત

વડોદરા : છોટાઉદેપુરના કરજવાંટ ખાતેથી શાકભાજી ભરી વડોદરા એપીએમસી આવી રહેલા ટેમ્પો ચાલકને પાંજરાપોળ પાસે અકસ્માત નડ્યો હતો.ટાયર પંકચર પડ્યા બાદ તેને બદલતી વેળાએ અન્ય ટેમ્પોના ચાલકે અડફેટે લેતા તેનું મોત થયું હતું.જ્યારે અકસ્માત સર્જનાર ચાલકને પણ હાથ અને પગના ભાગે ઈજાઓ થતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી બાપોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી હતી. વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નંબર 8 પાંજરાપોળ પાસે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં શાકભાજી ભરી છોટાઉદેપુરથી વડોદરા એપીએમસી ખાતે આવી રહેલા ચાલક નું નેશનલ હાઈવે પર અન્ય ટેમ્પોની અડફેટે મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેર નજીક આવેલા નેશનલ હાઇવે ઉપર વહેલી સવારે આશરે પાંચ વાગ્યની આસપાસ પાંજરા પોળ સામે એક ટેમ્પોમાં પંચર પડતાં ચાલક રહે.કરજવાંટ ગામ નિશાળ ફળિયું,તા.કવાંટ,જી.છોટાઉદેપુરના ભઈલાલભાઈ રામજીભાઈ કોલચા પોતાનો અશોક લેલન ટેમ્પો રોડની સાઈડ ઉપર પાર્ક કર્યો હતો અને ટાયરનું પંચર બનાવી રહ્યો હતો.તે દરમિયાન સુરત તરફથી અમદાવાદ તરફ જઇ રહેલા  ટેમ્પો ચાલકને અંધારામાં રોડની સાઇડ પર ઉભો રહેલો ટેમ્પો ન દેખાતાં ટેમ્પોને અડફેટમાં લીધો હતો. ભઈલાલભાઈને જોરદાર ટક્કર મારતા માથાના ભાગે ટેમ્પોના પૈડા ફરી વળતા તેઓનું મોત નીપજ્યું હતું.

જ્યારે સુરતથી અમદાવાદ તરફ જતા ટેમ્પોનો ચાલક યુનુસભાઇ મન્સૂરી રહે.સવગઢ ગામ ,નુરાની મસ્જિદ પાસે હિંમતનગરનાઓ ને હાથ અને પગના ભાગે ઇજાઓ થઈ હતી.બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો સહિત બાપોદ પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.અને ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પોલીસે આ બનાવ અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top