Entertainment

શાહરુખ ખાનની ફિલ્મ “જવાનની” રિલિઝ ડેટ 2 જૂન થઈ પોસ્ટપોન

મુંબઈ: બોલિવૂડના (Bollywood) કિંગખાન શાહરૂખ ખાનની ફિલ્મ “પઠાન” પછી ચાહકો અપકમિંગ ફિલ્મ “ડંકી” અને “જવાનની” આતૂરતાથી રાહ જોઈ રહ્યાં છે. ફિલ્મ જવાન (Jawan) 2 જૂનનાં રોજ રિલિઝ થવાની હતી ત્યારે કોઈક કારણોસર આ ફિલ્મની રિલિઝ ડેટને પોસ્ટપોન કરવામાં આવી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ જૂન નહિં પણ ઓગસ્ટનાં બીજા-ત્રીજા અઠવાડિયામાં અથવા સપ્ટેમ્બરમાં રિલિઝ થશે. આ અંગેની જાણકારી ફિલ્મના મેકર્સ તરફથી મળી આવી છે.

શાહરૂખની આ ફિલ્મને જોવા માટે ચાહકો પણ ખૂબ આતુર છે. આ ફિલ્મનો ફર્સ્ટલૂક રિલિઝ કરવામાં આવ્યો હતો ત્યારે ચાહકોને આ ફર્સ્ટલૂક પણ ખૂબ પસંદ આવ્યો હતો. શાહરુખ કેટલાય સમયથી ફિલ્મ જવાનનાં શૂટિંગમાં વ્યસ્ત હતો, તેમજ આ ફિલ્મ 2 જૂનના રોજ સિનેમાઘરોમાં પણ જોવા મળશે તેવી ઘોષણા કરવામાં આવી હતી. ત્યારે હવે મેકર્સ તરફથી કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મની રિલિઝ ડેટને પોસ્ટપોન કરવામાં આવી છે. આ પાછળનું કારણ આપતા મેકર્સે કહ્યું કે ફિલ્મનું Vfxનું કામ હજું બાકી છે અને ટીમને આ કામને પૂર્ણ કરવા માટે સમય જોઈએ છે. ઉપરાંત ફિલ્મનું પ્રમોશનનું કામ પણ બાકી છે.

વર્ષ 2022માં જ ફિલ્મ જવાનનું ટીઝર બતાવીને તેની રિલિઝ ડેટનું પણ એલાન કરવામાં આવ્યું હતું. ફિલ્મ રિલિઝ થવાને એક મહિનો બાકી હતો ત્યારે મેકર્સ દ્વારા ફિલ્મની રિલિઝ ડેટ કેન્સલ થવા અંગેની જાણ કરવામાં આવી છે. ફિલ્મ જવાનમાં શાહરૂખ ખાન સાથે સાઉથ એકટર વિજય સેતુપતિ તેમજ એકટ્રેસ નયનતારા પણ જોવા મળશે. નયનતારા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે તેમજ આ ફિલ્મથી બોલિવૂડમાં શરૂઆત કરવા જઈ રહી છે. દીપીકા પદુકોણ આ ફિલ્મમાં કેમિયો કરતી જોવા મળશે. જવાન એકશન-થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મને હિંદી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલિઝ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ ચેન્નઈમાં કરવામાં આવ્યું છે.

Most Popular

To Top