Dakshin Gujarat

અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે બે બિનવારસી બેગમાંથી મળી આવી એવી વસ્તુ કે પોલીસ દોડતી થઈ ગઈ

અંકલેશ્વર: (Ankleshwar) ચેન્નાઇ તરફથી આવતી નવજીવન એક્સપ્રેસ ટ્રેન (Train) અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે ઊભી હતી. ત્યારે પોલીસને (Police) બાકડા ઉપર 2 ટ્રોલી બેગ (Bag) બિનવારસી મળી આવતાં દોડધામ મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર રેલવે સ્ટેશને GRP અને RPFનો સ્ટાફ ગત શુક્રવારે બપોરે ચેકિંગમાં હતો. ત્યારે પ્રોહિબિશન સહિતની ચાલતી ડ્રાઈવમાં બપોરે અંકલેશ્વર રેલવે પ્લેટફોર્મ નં.1 ઉપર ચેન્નઇથી આવી અમદાવાદ તરફ જતી નવજીવન ટ્રેન આવીને ઊભી હતી. ત્યારે ટ્રેન પસાર થયા બાદ ટોઇલેટ નજીકના બાકડા પર 2 બિનવારસી ટ્રોલી બેગ નજરે પડતાં રેલવે પોલીસ એલર્ટ થઈ ગઈ હતી, જેમાં તમામ સ્ટાફને જાણ કરી બેગ ખોલતાં અંદરથી ખાખી સેલોટેપ મારેલાં 8 સંદિગ્ધ પેકેટ્સ મળી આવ્યાં હતાં. આ ઘટના અંગે FSLને જાણ કરતાં પંચોની હાજરીમાં પેકેટ ખોલી તપાસ કરતાં તેમાંથી ગાંજો મળી આવ્યો હતો. જેનું વજન કરાવતાં 332.525 કિલો ગાંજાનો જથ્થો કિંમત રૂ.3.25 લાખ થવા જઈ રહી છે, ત્યારે હાલ તો NDPS એક્ટ હેઠળ માદક પ્રદાર્થ એવા ગાંજાનો જથ્થો જપ્ત કરી રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરાજમાં ફાર્મ હાઉસમાં જુગાર રમતા 11 ઝડપાયા, રૂ.2.30 લાખનો મુદ્દામાલ કબજે
ભરૂચ: ભરૂચના ઉમરાજ ગામ નજીક ફાર્મ હાઉસ પર ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડીને રોકડા રૂપિયા, મોટર સાઈકલો, મોબાઈલ મળી કુલ રૂ.૨.૩૦ લાખથી વધુનો મુદ્દામાલ સાથે ૧૧ જુગારીની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા શેરપુરા, ભરૂચ નગરના મુંડા ફળિયું, ગોકુલનગર, ધોબી ફળિયું, લીંબુ છાપરી અને પરીએજ, લુવારા અને ઉમરાજ ગામના શખ્સો જુગાર રમતા હતા.

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી બાતમીના આધારે ભરૂચના ઉમરાજ ગામ તરફ જવાનાં રોડ પર આવેલ ઇમરાન યુનુસ ખુશાલના ફાર્મ હાઉસ ઉપર દરોડા પાડ્યા હતા. જે દરમિયાન ફાર્મ હાઉસમાં પત્તાપાના વડે હાર-જીતનો જુગાર રમતા ૧૧ જેટલા ઈસમો ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાઈ ગયા હતા. ઝડપાયેલા ઈસમોમાં ઇમરાન યુનુસભાઈ ખુશાલ (રહે.,મુઝમિલ પાર્ક શેરપુરા), મહેમુદ મહમ્મદ પટેલ (રહે.,મુંડા ફળિયું, ખાટકીવાડ, ભરૂચ), આફતાબ અબ્દે રહેમાન મરોઠી (રહે.,માસૂમ પાર્ક, શેરપુરા), ઇલ્યાસ અહમદ પટેલ (રહે.,મુંડા ફળિયા સૈયદવાડ, ભરૂચ), શેખ અમીન અબુમહમદ (રહે.,ગોકુલનગર તાડિયા, ભરૂચ), રહીમ સલીમ પઠાણ (રહે.,ધોબીતળાવ લીંબુ છાપરી, ભરૂચ), યુસુફ મહમદ પટેલ (રહે.,શેરપુરા), ઈમ્તિયાઝ દૌડ પટેલ (રહે.,પરીએજ), અહમદ અલી પટેલ (રહે.,લીંબુ છાપરી, ભરૂચ), મુબારક અલી પટેલ (રહે.,લુવારા) અને બાલુભાઈ ચંદુભાઈ તડવી (રહે.,ઉમરાજ)ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રોકડા રૂ.૭૯,૫૧૦, દાવ પરના રોકડા રૂ.૧૪,૫૦૦ તેમજ ચાર મોટરસાઈકલ રૂ.૮૦,૦૦૦ સહિત કુલ રૂ.૨,૩૦,૦૧૦ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડી ભરૂચ એ-ડિવિઝનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

Most Popular

To Top