World

ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહની લાહોરમાં ગોળી મારીને હત્યા

નવી દિલ્હી: ખાલિસ્તાની કમાંડો ચીફ પરમજીત પંજવર ઉર્ફે મલિક સરદાર સિંહને શનિવારનાં રોજ પાકિસ્તાનનાં લાહોરમાં ગોળીમારીને (Firing) હત્યા કરવામાં આવી હતી. પરમજીત લાહોરમાં પોતાની સોસાયટીની બહાર સવારે 6 વાગ્યે આંટો મારી રહ્યાં હતા તે સમયે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મોટરસાઈકલ પર બે અજાણ્યા લોકોએ આવીને પરમજીત પર ફાયરિંગ કર્યું હતું. પરમજીતને સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યો પણ ત્યાં તેનું મૃત્યું (Death) થઈ ગયું હતું. પરમજીત સિંહને જુલાઈ 2020માં ભારત સરકારે આતંકવાદી ઘોષિત કર્યો હતો.

પરમજીતની ભૂમિકા આતંકવાદીઓના પ્રમુખ તરીકેની હતી
પરમજીત પાકિસ્તાનનાં લાહોરમાં રહીને કામ કરી રહ્યો હતો. પાકિસ્તાનમાં તે યુવાનો માટે હથિયાર અને ટ્રેનિંગની વ્યવસ્થા કરતો હતો. ભારતના વીઆઈપી લોકો પર હુમલો કરવા માટે હથિયારો અને બોમ્બમાં વપરાતો દારૂ ગોળાની વ્યવસ્થા તે કરતો હતો. ભારત સરકાર સામે લોકોને ઉશ્કેરવા માટે તે રેડિયો પાકિસ્તાન પર દેશદ્રોહી જેવાં કાર્યક્રમને પણ પ્રસારિત કરતો હતો. ડ્રગ્સની તસ્કરીમાં પણ તે સક્રિય ભૂમિકા ભજવતો. આતંકવાદીઓનો તે પ્રમુખ હોય તેવી તેની ભૂમિકા હતી.

જાણો કોણ હતો પરમજીત પંજવર
પરમજીત પર ટાડા એક્ટ સહિત તમામ ઘારાની અંતર્ગત લગભગ 2 કેસ ભારતમાં નોંધવામાં આવ્યો હતો. જાણકારી મુજબ વર્ષ 1986-87માં પંજાબમાં ધણાં આતંકવાદી સંગઠનનું ગઠન થયું. જેમાંથી એક કેસીએફ હતું જેની શરૂઆત વાસન સિંહ જફરવાલે કરી હતી. ત્યારપછી તેઓ સાચે સુખદેવ સિંહ ઉર્ફે સુખા નિવાસી પંજવાર પણ જોડાઈ ગયા હતા. તે પોલીસમાં કોન્સ્ટેબલ હતો અને ધણાં સમયથી ફરાર હતો. 1989માં સુખદેવ પોલીસસાથેની મુઠભેડમાં માર્યો ગયો હતો. આ પછી કંવરજીત સિંહ આ સંગઠનનો પ્રમુખ બન્યો અને પરમજીત ઉપ નિર્દેશક બન્યો હતો. કંવરજીતના મૃત્યુ પછી પરમજીતના હાથમાં આ લગામ આલી ગઈ અને તે પ્રમુખ બની ગયો. તે ધણાં સમયથી પાકિસ્તાનમાં નામ બદલીને સ્થાયી થયો હતો. તેની પત્ની અને બે પુત્રી જર્મનીમાં રહે છે.

Most Popular

To Top