Dakshin Gujarat

અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ટ્રક પાછળ કેમિકલ ભરેલો ટેન્કર ભટકાયો, કેમિકલ ઢોળાતા વાહન ચાલકોમાં ભય

અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે (National Highway) નંબર ૪૮ પર ગુરુવારે વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો. રોડ પર ઊભેલી ટ્રક પાછળ એસિટીક કેમિકલ ભરેલ ટેન્કર (Tanker) ભટકાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

  • અંકલેશ્વર નેશનલ હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કરને નડ્યો અકસ્માત
  • વાહન ચાલકોને આંખમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદો ઉઠી
  • અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે

અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે ત્યારે ફરી એકવાર ગુરુવારે અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. પાનોલી બ્રિજ પર ઊભેલી ટ્રક પાછળ એસિટીક કેમિકલ ભરેલ ટેન્કર ધડાકાભેર ભટકાયુ હતુ. જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. ટેન્કરમાંથી કેમિકલ લીક થતા માર્ગ પર ઢોળાયુ હતું. બનાવની જાણ થતાની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. માર્ગ પર ઢોળાયેલા કેમિકલના કારણે પસાર થતા વાહન ચાલકોને આંખમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદો ઉઠી હતી. ફાયર વિભાગે એકથી બે કલાકની જહેમત બાદ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

Most Popular

To Top