SURAT

12.2 ડિગ્રી સાથે સુરતનો સિઝનનો કોલ્ડેસ્ટ ડે: શનિવારની સરખામણીમાં 1.8 ડિગ્રીનો વધારો

સુરત : ઉત્તરાયણના તહેવારમાં ઉત્તર-પૂર્વના ધ્રુજાવી દેતા ઠંડાગાર પવનો ફરી વળતા શહેરીજનોએ તિવ્ર ઠંડીનો (severe cold) અનુભવ કર્યો. તેવામાં જ રવિવારે હાડ થીજાવે તેવી ઠંડી અનુભવાઇ હતી. એટલું જ નહીં, 12.2 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ (Cold Day) રહ્યો હતો. ઉપરાંત દિવસભર તાપમાન 28 ડિગ્રી રહેતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આ સિઝનમાં (Season) અગાઉ 13.6 ડિગ્રી સુધી પારો ઉતર્યો હતો. છેલ્લા 48 કલાકથી દિવસે પણ ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 28.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતું. શનિવારની સરખામણીમાં 1.8 ડિગ્રીનો વધારો થયો છે.

જ્યારે લઘુત્તમ તાપમાનમાં 1.3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 5.4 ડિગ્રીનો ઘટાડો થયો છે. ઉત્તર દિશાથી 8 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા. આમ, આી સ્થિતિથી ઠંડીનું જોર વધતા શહેરીજનો વહેલી સવારે આકરી ઠંડીમાં ઘરમાંથી નીકળવાનું ટાળી રહ્યા છે. ઉપરાંત રાત્રીના સમયે પણ અવર જવર ઓછી જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે ત્યારબાદ ઠંડીનું જોર સામાન્ય ઘટશે.

મકરસંક્રાતિના દિવસે નવસારીનું તાપમાન 8 ડિગ્રી થઇ ગયુ
નવસારી, વલસાડ, વ્યારા : નવસારીમાં મકરસંક્રાતિના દિવસે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધાતા સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. જ્યારે રવિવારે લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી વધીને 11 ડિગ્રી નોંધાતા ગુલાબી ઠંડી પડી હતી. ઉપરાંત તાપી જિલ્લામાં લઘુત્તમ તાપમાન 13 અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વલસાડમાં લઘુત્તમ તાપમાન 13 અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું.

મકરસંક્રાતિનો દિવસ સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો
નવસારીમાં આ સિઝનમાં લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. જોકે તે રેકોર્ડ પણ મકરસંક્રતિના દિવસે તૂટી ગયો છે. ગત 14મી જાન્યુઆરીએ મકરસંક્રાતિના દિવસે લઘુત્તમ તાપમાનમાં 4.4 ડિગ્રીનો ઘટાડો નોંધાતા 8 ડિગ્રી નોંધાયું હતું. જેથી મકરસંક્રાતિનો દિવસ સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. ગત 2001 અને 2016 માં જાન્યુઆરી મહિનામાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદ હવે આ સિઝનમાં લઘુત્તમ 8 ડિગ્રી નોંધાયું હતું. જેથી નવસારીમાં કકડાવતી ઠંડી પડી હતી.

રવિવારે લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો
પરંતુ આજે રવિવારે લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થતા 11 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 3.4 ડિગ્રી વધતા 29 ડિગ્રી નોંધાયું હતું. જેથી નવસારીમાં ગુલાબી ઠંડી યથાવત રહી હતી.આજે રવિવારે લઘુત્તમ તાપમાન 3 વધતા 11 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 3.4 ડિગ્રી વધતા 29 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 77 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 36 ટકા જેટલું ઓછું રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 7.1 કિ.મી. ની પૂરઝડપે પવનો ફૂંકાયા હતા.

Most Popular

To Top