SURAT

ચોમાસુ મોડું આવ્યું છતાં વરસી ગયું, પાંચ જ દિવસમાં સુરત જિલ્લામાં સીઝનનો 20 ટકા વરસાદ

સુરત: (Surat) જિલ્લામાં આ વખતે વરસાદનું (Rain) આગમન ભલે મોડેથી થયું હોય પણ પાંચ જ દિવસમાં વરસાદે સિઝનનું (Season) 20 ટકા પાણી વરસાવી દીધું છે. છેલ્લા 9 વર્ષમાં 2016માં સૌથી ઓછો 4.49 ટકા, સૌથી વધુ 2015માં 22.99 ટકા વરસાદ નોંધાયો હતો.

  • ચોમાસુ જુન મહિનામાં મોડું પડ્યું છતાં પાંચ જ દિવસમાં સીઝનનો 20 ટકા વરસાદ
  • છેલ્લા 9 વર્ષમાં 2016માં સૌથી ઓછો 4.49 ટકા, સૌથી વધુ 2015માં 22.99 ટકા વરસાદ નોંધાયો હતો

હવામાન વિભાગે આ વખતે ચોમાસું લેઈટ આવવાની આગાહી કરી હતી. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાત સુધી ચોમાસું જુન મહિનાના પહેલા કે બીજા અઠવાડિયે પહોંચી જાય છે અને વરસાદ ધમધમાટી બોલાવવાનું ચાલું કરે છે. જોકે આ
વખતે નૈઋત્યનું ચોમાસું કેરળમાં જ લેઈટ પહોંચતા દક્ષિણ ગુજરાત સુધી પણ મોડું પહોંચ્યું હતું. હવામાન વિભાગે જુન મહિનાના ત્રીજા અઠવાડિયા સુધી વરસાદની આગાહી કરી હતી. પરંતુ બિપોરજોય વાવાઝોડાને લીધે ચોમાસું વધુ એક અઠવાડિયું લેઈટ થયું હતું.

ચોમાસું ભલે લેઈટ થયું હોય, પણ જિલ્લામાં સિઝનનો 20 ટકા વરસાદ આપી દીધો છે. સુરત જિલ્લામાં 26 તારીખથી ચોમાસાનું આગમન વિધિવત રીતે થયું હતું અને પાંચ જ દિવસમાં જિલ્લામાં 12 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. એટલે કે સિઝનનો 20 ટકા વરસાદ વરસતાં રાહત થઈ છે. છેલ્લા 9 વર્ષના આંકડા જોઈએ તો વર્ષ 2015માં સૌથી વધારે 22.99 ટકા વરસાદ જુન મહિનામાં નોંધાયો હતો અને વર્ષ 2016માં સૌથી ઓછો 4.49 ટકા વરસાદ નોંધાયો હતો.

  • છેલ્લા નવ વર્ષમાં જુન મહિનામાં નોંધાયેલો વરસાદ
  • વર્ષ જુનનો વરસાદ (મીમી) ટકાવારી
  • 2015 311 22.99
  • 2016 62 4.49
  • 2017 303 22.16
  • 2018 170 12.25
  • 2019 235 17.24
  • 2020 151 10.77
  • 2021 308 21.47
  • 2022 228 15.61
  • 2023 301 20.58

સુરત જિલ્લામાં દસ વર્ષમાં સરેરાશ સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 2403 મિ.મિ.
સુરતઃ સુરત જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદની અનરાધાર હેલી ચડી છે, ત્યારે જિલ્લામાં છેલ્લા દસ વર્ષમાં પડેલા કુલ સરેરાશ વરસાદની વિગતો જોઈએ તો, ઉમરપાડા તાલુકામાં ૨૪૦૩ મી.મી., ઓલપાડમાં ૧૧૨૨ મી.મી., કામરેજ તાલુકામાં ૧૪૧૪ મી.મી., ચોર્યાસી તાલુકામાં ૧૪૩૪ મી.મી., પલસાણા તાલુકામાં ૧૫૦૫, બારડોલીમાં ૧૪૪૦ મી.મી., મહુવામાં ૧૫૪૩ મી.મી., માંગરોળમાં ૧૮૨૪, માંડવીમાં ૧૩૨૪ મી.મી., સુરત સીટીમાં ૧૫૦૫ મી.મી. વરસાદ નોંધાયો છે.

જ્યારે આજે ૧લી જુલાઈની સ્થિતિએ છેલ્લા દસ વર્ષમાં પડેલા વરસાદની સરેરાશ ટકાવારી જોઈએ તો, ઉમરપાડા તાલુકામાં ૨૬૫ મી.મી. સાથે ૧૧ ટકા વરસાદ, ઓલપાડમાં ૯૧ મી.મી. સાથે ૮.૧૧ ટકા, કામરેજમાં ૩૧૫ મી.મી. સાથે ૨૨.૨૮ ટકા, ચોર્યાસી તાલુકામાં ૧૦૭ મી.મી. સાથે ૭.૩૦ ટકા, પલસાણામાં ૪૪૪ મી.મી. સાથે ૨૯.૪૯ ટકા, બારડોલીમાં ૫૨૩ મી.મી. સાથે ૩૬.૩૦ ટકા, મહુવામાં ૫૫૪ મી.મી. સાથે ૩૫.૮૯ ટકા, માંગરોળમાં ૨૦૮ મી.મી. સાથે ૧૧.૪૦ ટકા, માંડવીમાં ૩૪૪ મી.મી. સાથે ૨૫.૯૮ ટકા જયારે સુરત સીટીમાં ૨૦૯ મી.મી. સાથે ૧૩.૮૮ ટકા વરસાદ નોંધાયો છે.

Most Popular

To Top