Vadodara

સમય 10 વાગ્યાનો અને 11 વાગ્યા સુધી હાજર થતાં નથી

વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના રોડ શાખાના અધિકારીઓ જ પોતાના કર્મચારીઓને છાવરતા હોય તેવા દૃશ્યો આજ રોજ ગુજરાતમિત્રના કેમેરામાં કેદ થયા હતા જયારે અમારા કેમેરા મેન સવારે આગિયાર વાગે રાવપુરા રોડ પર આવેલી રોડ શાખામાં મુલાકાત અર્થે ગયા હતા ત્યારે રોડ શાખાના આધિકારીઓ જ ઓફીસ ટાઇમ થયો હોવા છતાં પણ ઓફિસમાં દેખાયા નહોતા તે અંગે અમે જાણ કરતા અધિકારી રાજેશ ચૌહાણને પૂછતા તેમને કહ્યું હતું કે દરેક કર્મચારીઓ સાઈડ પર ગયા છે સાઈડ પર ગયા હોય તો એવી તો કઈ કામગીરી હમણાં ચાલે છે કે દરેક અધિકારીઓ ઘરેથીજ સાઈડ પર જાય છે તે એક પ્રશ્ન શહેરીજનો માટે ચર્ચાનો વિષય બન્યો છે.

રાવપુરા વિસ્તારમાં આવેલ કુમાર શાળામાં રોડ શાખાનો કબજો કરી લીધો હોય તેમ વર્તન કરવામાં આવે છે. રોડ શાખામાંથી જાણવા મળ્યું હતું કે રોડ શાખાના અધિકારીજ મોડા આવે તો કર્મચારીઓ મોડા જ આવે તેમ જાણવા મળ્યું હતું કેટલાક અધિકારીઓ તો સાઈડના બહાના હેઠળ કેટલીક રજાઓ પણ ભોગવી રહ્યા છે. અધિકારો ફક્ત ગોળ ગોળ વાત કરવામાંજ રસ ધરાવે છે. કારણ કે ત્યાં કોઈ દિવસ પણ પાલિકાના સત્તાધીશો દ્વારા સરપ્રાઈઝ ચેકીગ કરતું નથી તેનો ફાયદો ઉઠાવીને અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ત્યાં રોડ શાખામાં આવતા નગરજનો પર દાદાગીરી કરવામાં આવે છે.રોડ શાખાના અધિકારોની દાદાગીરી એટલી બધી હોય છે કે રોડ બિસ્માર હાલત વિષે કોઈ અધિકારીને પૂછવું હોય તો કોને પૂછે તે વડોદરા શહેરીજનો ફરિયાદ કોને કરવા જાય તે વડોદરા શહેરીજનો માથે એક માથાના દુખાવા સમાન છે. આમ વડોદરા શહેરીજનો ને રોડ વિશેની કોઈ પણ તકલીફ હોય ત્યારે રોડ શાખા પર જાય તો રોડ શાખાના કર્મચારી દ્વારા જણાવવામાં આવે છે કે સાહેબ તો સાઈડ પર ગયા તેથી શહેરીજનોને ધર્મનો ધક્કો પડે છે.

Most Popular

To Top