Sports

ભારતીય ટીમને મોટો ઝટકો, આ ખેલાડી T20 શ્રેણીમાંથી બહાર

નવી દિલ્હી: ભારત (India) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે T20 સિરીઝ (T20 series) શરૂ થવામાં હવે માત્ર થોડા કલાકો બાકી છે. પ્રથમ મેચ શુક્રવારે એટલે કે 27 જાન્યુઆરીએ રાંચીમાં રમાવાની છે. ભારતીય ટીમના ખેલાડીઓ પણ ત્યાં પહોંચી ગયા છે, આની કેટલીક તસવીરો પણ સામે આવી છે. ભારતીય ટીમે ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં ન્યૂઝીલેન્ડનો સફાયો કરી નાખ્યો હતો, તેથી તેનો ઉત્સાહ ઊંચો છે. પરંતુ ટીમમાં ઘણો બદલાવ કરવામાં આવ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે, તેથી હાર્દિક પંડ્યા ફરી એકવાર ભારતીય ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. સીરીઝની પ્રથમ મેચ એટલા માટે પણ ખાસ છે  જો કે, મેચની શરૂઆત પહેલા એક મોટા સમાચાર આવ્યા છે. 

ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની T20 શ્રેણી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓપનર ઋતુરાજ ગાયકવાડ ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના કાંડામાં ઈજા થઈ છે. 25 વર્ષીય ઋતુરાજ રિહેબ માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ગયો છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ઘરઆંગણે ત્રણ મેચની વનડે શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 3-0થી ક્લીન સ્વીપ કર્યું છે. હવે ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝ રમાશે. આ શ્રેણીની પ્રથમ T20 મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં રમાશે. 

BCCI ઋતુરાજથી નારાજ

ક્રિકબઝના અહેવાલ મુજબ ઋતુરાજ ચાલી રહેલી રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી તે NCAમાં છે. એવું કહેવામાં આવ્યું છે કે BCCI ઋતુરાજથી નારાજ છે, કારણ કે તે બીજી વખત કાંડાની ઈજા સામે લડતો જોવા મળ્યો છે. ગયા વર્ષે શ્રીલંકા સામેની ટી20 શ્રેણી પહેલા પણ ઋતુરાજને આવી જ ઈજાના કારણે બહાર થવું પડ્યું હતું. 

આ પછી, તે કોરોના પોઝિટિવ થયો હતો, જેના કારણે તે ગયા વર્ષે જ વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. ઋતુરાજ સ્થાનિક ટૂર્નામેન્ટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે અને ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે લડત આપી રહ્યો છે. હાલમાં, ઋતુરાજના સ્થાને ન્યુઝીલેન્ડ શ્રેણી માટે રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવી નથી. માનવામાં આવે છે કે પૃથ્વી શૉને ઓપનિંગમાં તક મળી શકે છે.

ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમઃહાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ કીપર), શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ , ઉમરાન મલિક , શિવમ માવી , પૃથ્વી શો , મુકેશ કુમાર.

ભારત ટીમ વિ ન્યુઝીલેન્ડ T20 શ્રેણી શેડ્યૂલ:

પ્રથમ T20 – 27 જાન્યુઆરી, રાંચીબીજી

T20 – 29 જાન્યુઆરી, લખનૌત્રીજી

T20 – 1 ફેબ્રુઆરી, અમદાવાદ

Most Popular

To Top