SURAT

એકલતાનો લાભ લઇ કામઆંધ બનેલા ભરીમાતા રોડના યુવકે કિશોરી સાથે કર્યા શારીરિક અડપલાં

સુરત : ભરીમાતા રોડ ખાતે આવેલ સુમન અમૃત આવાસમાં રહેતો એક યુવક વાસના લોલુપ બન્યો હતો. એકલતાનો લાભ લઇ જેણે તેની જ બિલ્ડીંગમાં રહેતી એક કિશોરીની છેડતી કરતા આખો મામલો ચોક બજાર પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલ આ કેસમાં પોલીસે યુવકની અટકાયત કરીને તેને જેલના સળિયા ગણતો કરી નાખ્યો હતો.યુવકની વિરુદ્ધ પોક્સો એક્ટનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.યુવક દ્વારા કરવામાં આવેલા આવા કૃત્યને કારણે કિશોરીના માતા-પિતા પણ વિમાસણમાં મુકાઈ ગયા હતા.જેમણે હિમ્મત કરીને યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી..

કિશોરીના ઘરે કોઈ ન હોઈ તે તકનો લાભ કિશોરે ઉઠાવ્યો હતો
ભારીનાતા રોડ ખાતે આવેલ સુમન અમૃત આવાસમાં રહેતા રીક્ષા ચાલક મુકેશ પરમારે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ 25 ફેબ્રુઆરીના રોજ સવારે તેમની પત્નીને રામનગર છોડ્યા બાદ તેમના કોઈક સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોવાને કારણે તેમના બાળકોને લેવા સુમન મંગલ આવાસ ખાતે પહોંચ્યા હતા દરમ્યાન તેમની દીકરી એકદમ હેબતાઈ ગઈ હતી અને રડી પણ રહી હતી. પિતા મુકેશે તેમને પૂછ્યું ત્યારે તેણી એ જવાબ આપ્યો જે જયારે તમે ઘરે ન હતા તે દરમ્યાન આપણી જ બિલ્ડીંગમાં રહેતા ચિરાગ સ્વાઈએ (ઉવ -27) મને એકલાતાનો લાભ લઇને મને પાસે બોલાવીને શારીરિક અડપલાં કરવાની હરકત કરી હતી…

પોક્સો એક્ટની કલમો હેઠળ ચિરાગની ચોક બજાર પોલીસ અટકાયત કરી
ચિરાગ સ્વાઈની આ હરકત વિરુદ્ધ કિશોરીના પિતાએ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ચોકબજાર પોલીસે તેની છેડતી કરવાના ગુનામાં અને પોક્સો એક્ટની કલમો વિરુદ્ધ તેની સામે પોલીસ ફરિયાદને આધારે તેની અટકાયત કરીને જેલના સળિયા ગણતો કરી નાખ્યો હતો.જોકે ચિરાગ સ્વાઈ કિશોરીને છેડતી કરવાની આવી હરકતો છેલ્લા અનેક દિવસોથી કરતો હોવાનું પણ પોલીસ તાપસ દરમયાન બહાર આવ્યું છે.

Most Popular

To Top