Entertainment

“… તો હું ફિલ્મો કરવાનું છોડી દઈશ”, RRR સ્ટાર જુનિયર NTRના આ બયાનના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હડકંપ

નવી દિલ્હી: ભારતીય ફિલ્મ (Film) RRRને આ વર્ષે મોટી સફળતા મળી છે. ફિલ્મના ગીત નાટુ નાટુને (Song Natu Natu) ઓસ્કાર એવોર્ડ (Oscar Award) મળ્યા પછી તો જાણે તેની સ્ટાર કાસ્ટ ઈન્ટરવ્યુમાં (Interview) વ્યસ્ત થઈ ગઈ છે. આ વચ્ચે ફિલ્મના કલાકાર જુનિયર NTRના એક બયાનના કારણે જાણે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હડકંપ આવ્યો છે. તેલુગુ સુપર સ્ટાર જુનિય NTR ફિલ્મ RRRની સફળતા પછી ભારતીય સિનેમાનો સૌથી વધારે ડિમાન્ડવાળો એકટર બન્યો છે. RRRની સફળતા પછી તેઓની અપકમિંગ પ્રોજેટર વિશે વાત કરતા જુનિયર NTRએ એવું બયાન આપ્યું છે જેના કારણે તેના ફેન્સ પણ ચોંકી ગયા છે.

  • સુપરસ્ટારે પુષ્ટિ કરી હતી કે તેની ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાની હાલ કોઈ ઇરાદો નથી
  • જુનિયર એનટીઆર આગામી સમયમાં ‘KGF’ ફેમ ડિરેક્ટર પ્રશાંત નીલ સાથે પણ કામ કરશે!

જુનિયર NTR તાજેતરમાં વિશ્વક સેનની ફિલ્મ ‘ધમ્મકી’ની પ્રી-રીલીઝ ઈવેન્ટમાં હાજરી આપી હતી. જ્યાં તેને ફરી એકવાર તેની આગામી ફિલ્મો વિશે સવાલો કરવામાં આવ્યાં હતા. જોકે જુનિયર NTRએ આ સવાલનો જવાબ ખૂબ જ રમુજી અંદાજમાં આપ્યો હતો. જુનિયર NTRએ કહ્યું, “હું કોઈ ફિલ્મ નથી કરી રહ્યો. જો તમે મને વારંવાર પૂછશો તો હું ફિલ્મો કરવાનું બંધ કરી દઈશ.” પરંતુ સુપરસ્ટારે તરત જ પુષ્ટિ કરી હતી કે તેની ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાની હાલ કોઈ ઇરાદો નથી.

તેલુગુ ફિલ્મ સ્ટારની 30મી ફિલ્મ, 23 માર્ચના રોજ જોવા મળશે. જાણકારી મળી આવી છે કે આ ફિલ્મને હાલ ‘NTR 30’ નામ આપવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન કોરાતલા શિવા કરી રહ્યા છે. જેમાં જાહ્નવી કપૂર એકટ્રેસના રુપે લીડ રોલમાં જોવા મળશે. અફવા છે કે જુનિયર એનટીઆર આગામી સમયમાં ‘KGF’ ફેમ ડિરેક્ટર પ્રશાંત નીલ સાથે પણ કામ કરવા જઈ રહ્યાં છે. આ ફિલ્મ એક પાવરફુલ એક્શન થ્રિલર હોવાની આશા છે.

Most Popular

To Top