Charchapatra

રોબોટિક સર્જરી

પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે. કાર્યપંકિત તો માનવસમાજના સંદર્ભમાં રચાઇ હતી. આજે માનવે બનાવેલા રોબોટ માનવને એક રીતે બનાવે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ એટલી હદે પ્રગતિ કરી છે કે માનવનું કુદરતી જીવન કૃત્રિમત તરફ ધકેલાવા માંડયું છે. રોબોટિક ટેકનોલોજીથી સર્જરી હવે ઘર આંગણે સૂરત સુધી આવી પહોંચી છે. ઘરના અને ઓફિસ તથા વિદ્યાધામોનાં કામો રોબોટ દ્વારા કરાવાય તેતો સમજયા, ટ્રાફિક સંચાલન અને ચોકીદારીનું કામ પણ માની શકાય છે. હોસ્પિટલમાં ટેકનોલોજી દ્વારા વિવિધ પ્રકારની સર્જની થવા માંડી છે. રોબોટ હવે ડોકટર બનવા લાગ્યા છે. અલબત્તા તેનું નિર્માણ માનવ ડોકટરો જ કરે છે. રોબોટ સર્જનની આંખ બનીને સર્જરી કરે છે. સર્જનના હાથ તરીકે કામ કરે છે. સર્જન હાથ ફકત એકસો એંશી ડિગ્રી સુધીની જ મૂવમેન્ટ કરી શકે છે જયાર આ રોબોટ અલગ અલગ ડિગ્રીની મુવમેન્ટ સાથે ઓપરેશન કરી શકે છે.

સર્જરી માટે લોકો હાલમાં ઠેર ઠેર તપાસ કરીને હોસ્પિટલ અને ડોકટર પસંદ કરે છે, હવે યાંત્રિક રીતે આવ રોબોટ સમાનતા સાથે જાણે સામ્યવાદી માર્ગે કાર્યરત રહેશે. રોબોટની સંખ્યા જેમ જેમ વધશે તેમ તેમ બેરોજગારી પણ વધશે. કર્મચારીઓની જેમ રોબોટ પગાર કે પગાર વધારો, બોનસ, ઓવરટાઇમ જેવી માગણીઓ કે હડતાળ કરતા નથી. કામેચ્છુકો રોબોટને સેકસ પાર્ટનરનું રૂપ આપી મનોરંજન પણ કરે છે. સમાજ વ્યવસ્થામાં રોબોટ અવનવા પરિવર્તનો લાવી શકે છે. કયારેક રોબોટ વરદાનને બદલે અભિશાપ પણ બની શકે. સુવિધાઓ વધારીને વિલાસી બનવાની દોડ અસીમ છે. વેપાર, ઉદ્યોગ, ખેતીવાડીના ક્ષેત્રોમાં કદાચ રોબોટ હકારાત્મક ભાગ ભજવી શકે. અત્યારે તો રોબોટિક સર્જરીએ ધર્યો છે ચર્ચાનો વિષય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top