Charchapatra

ઇન્કમટેકસ કચેરી કેમ સ્પષ્ટતા નથી કરતી?

સોશિયલ મીડીયા પર ઢગલાબંધ સાચી ખોટી તથા ગેરમાર્ગે દોરનારી માહિતીઓ ખડકાતી હોય છે. છેલ્લા વર્ષ દરમ્યાન અકસ્માતથી થતા મૃત્યુ બાબતે એક ખોટી માહિતી અવારનવાર દેખાતી હોય છે. જો ત્રણ વર્ષના ઇન્કમટેક્ષ રીટર્ન લગાતાર ભરાયા હોય અને કરદાતાનું મૃત્યુ અકસ્માતથી થાય તો તેના પરિવારને ત્રણ વર્ષની સરેરાશ આવકના દસ ગણી રકમ દાવા પેટે મળે છે. કેટલીક વખત કાયદાની કલમનો પણ ઉલ્લેખ થાય છે. અમદાવાદસ્થિત એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રે આ સમાચાર ખોટા છે અને  આવી કોઇ જ રકમ દાવા પેટે સરકાર ચૂકવી નથી એમ ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું. તાજેતરમાં સુરતના એક સ્નેહીએ આ વાતનું ખંડન કરવામાં આવ્યું છે. આ અંગેની ચોકકસ માહિતી અંગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસો. વડે અથવા ઇન્કમટેક્ષ કચેરી વડે જાહેર ખુલાસો આવકાર્ય છે.
સુરત              – રશ્મિ દેસાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top