Charchapatra

સાઈબર ક્રાઈમથી બચતા શીખો

વર્તમાન યુગ ટેકનોલોજી યુગ તરીકે ઓળખ પામ્યો છે. ઈન્ટરનેટ દ્વારા સમગ્ર વિશ્વની માહિતી દૃશ્ય, શ્રાવ્ય બંને રૂપે પ્રીય બને છે. સોશિયલ મિડિયા દ્વારા મિત્રતા પણ સંભવે છે. લગભગ તમામ ‘‘જ્ઞાન’’ સુલબ બને છે! પણ આ ટેકનોલોજીનો જ્યારે દુરુપયોગ કરવામાં આવે ત્યારે નિર્દોષ વ્યક્તિના મહેનતના નાણા પણ ઉચાપત થઈ શકે છે! અખબારી આલમ દ્વારા ઘણી વાર બેંકના ખાતામાંથી નાણાં ઉપડી ગયા, ના અહેવાલ વાંચવા મળે છે. બનાવટી બેંક કર્મચારી મીઠી જબાનમાં બેંકની માહિતી ભોગ બનનાર વ્યક્તિને ભોળવીને મેળવી લે અને બેંકના ખાતામાંથી બારોબાર ભોગ બનનાર વ્યક્તિની જાણબહાર નાણા ઉચાપત થઈ જાય! આવા ‘ફ્રોડ’ કરવામાં આપણાં જ દેશનું એક ગામ ‘‘અતિ માહિર’’ છે પોલીસ પણ કશું નથી કરી શકતી.

લગભગ આખું ગામ અશિક્ષિત છે પણ આ ‘‘કળા’’ માં નિષ્ણાંત છે! જેથી આવા ફોન કોલ્સથી સચેત અને સતર્ક રહેવું અતિ આવશ્યક! કાર્ડધારક હોઈએ તો કદી પણ પીન નં. અન્ય વ્યક્તિ સાથે શેર ન જ કરવો. ઓનલાઈન શોપીંગમાં પણ ખૂબ સાવચેતી જરૂરી, ઓટીપી ક્યારેય કોઈને ન જ આપવો. બેંક પણ અવારનવાર આપણને સચેત કરવા સંદેશો મોકલેજ છે. પણ કોઈપણ અજાણી યુવતીના ફોનથી ભરમાઈ ન જવું. 26મી ફેબ્રુ.નાં ગુજરાતમિત્ર’ ના અહેવાલ મુજબ આધુનિક સોફ્ટવેરના ઉપયોગથી 200 ગુના કરનાર ઠગને પોલીસે હિરાસતમાં લીધો છે. જે ‘ઈન્ડિકો’ નામનું સોફ્ટવેર વાપરી વીસથી પચ્ચીસ કરોડ ભેગા કરી ચૂક્યો છે! ઈન્ટરનેટ ના ફાયદા અને લાભ છે, તો સિક્કાની બીજી બાજુ આવવા ગેરલાભ પણ છે જ! જામતાડા ગામના યુવકોથી ખાસ સાવધાની કેળવવી જરૂરી.
સુરત     – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top