Madhya Gujarat

ખેડામાં સિંચાઇ વિભાગના નિવૃત્ત અધિકારીએ પત્નીને મારમાર્યો

આણંદ : ખેડા જિલ્લાના રતનપુરમાં રહેતી પરણીતાના લગ્ન નહેર ખાતાના ક્લાસ વનના અધિકારી સાથે 12 વર્ષ અગાઉ થયા હતા. દરમિયાન તે એક પુત્રની માતા બની હતી. જોકે પતિ દ્વારા શંકા કરીને રોજરોજ મારઝુડ કરવામાં આવતી હતી. પરણીતાના માતા – પિતા ગરીબ હોવાથી તેણી આટલા વર્ષથી ત્રાસ સહન કરતી હતી. દરમિયાન ગોળ ખાવા જેવી નજીવી બાબતે મારઝુડ કરતા કંટાળીને પરણીતાએ અભયમને જાણ કરી હતી. નડિયાદ 181 અભયમ દ્વારા પતિને કાયદાકીય ભાન કરાવી સમાધાન કરવામાં આવ્યું હતું.

ખેડા જિલ્લાના નહેર ખાતાના ક્લાસ વનના અધિકારીની પહેલી પત્ની મૃત્યુ પામતા મુળ મધ્ય પ્રદેશની તેનાથી 22 વર્ષ નાની યુવતી સાથે બીજી વાર લગ્ન કર્યા હતા. 12 વર્ષના લગ્નજીવન દરમિયાન તેઓ એક પુત્રના માતા પિતા બન્યા હતા. જોકે લગ્ન બાદ પતિ દ્વારા શંકા કરીને પરણીતાને મારઝુડ કરવામાં આવતી હતી. પરણીતાના માતાપિતા ગરીબ હોવાથી તેણી ત્રાસ સહન કરતી હતી. પતિ દ્વારા પરણીતાને જેલના કેદીની જેમ રાખવામાં આવતી હતી.

તેણીને દરેક વસ્તુ પતિને પુછીને કરવી પડતી હતી. દરમિયાન પરણીતા દ્વારા ઘરમાં પડેલ ગોળની ભુકી પુછ્યા વગર ખાવા જેવી નજીવી બાબતે પતિ દ્વારા મારઝુડ કરવામાં આવી હતી. દરમિયાન તેણી દ્વારા બાથરુમમાં ભરાયને નળ ચાલુ કરીને અભયમને ફોન કરવામાં આવ્યો હતો. નડિયાદ અભયમ દ્વારા ઘટનાસ્થળે પહોચી પતિનું કાઉન્સિલીંગ કરી કાયદાકીય ભાન કરાવવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના અધિકારી વર્ગમાં આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે. નિવૃત્ત અધિકારીએ તેમનાથી 22 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કર્યા બાદ તેમના પર શંકા રાખવાના કારણ મારઝુડનો મુદ્દો ચર્ચાય રહ્યો છે.

અધિકારીએ પૈસા આપી પોતાની પુત્રીની ઉમરની યુવતી સાથે લગ્ન કર્યા હતા
ખેડાના રતનપુરના ક્લાસ વનના નહેર ખાતા અધિકારીની પહેલી પત્નીના મૃત્યુ બાદ તેનાથી 22 વર્ષનાની મધ્ય પ્રદેશની યુવતી સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. અધિકારીની પહેલી પત્ની દ્વારા થયેલ બન્ને પુત્રીના લગ્ન થઈ ગયા હતા. જોકે તેમની વધુ ઉમરના કારણે સમાજમાં કોઈ માબાપ તેમની પુત્રી સાથે લગ્ન કરાવવા તૈયાર ન હતા. આથી આખરે મધ્યપ્રદેશના ગરીબ પરીવારની યુવતી સાથે તેના માતાપિતાને પૈસા આપી લગ્ન કર્યા હતા.

Most Popular

To Top