Charchapatra

વડીલોને માન આપો

આપણું કોઇએ કરેલું અપમાન આપણે કયારેય ભૂલી નથી શકતા અને આપણી ઉપર કોઇકે કરેલો નાનો ઉપકાર આપણે કયારેય યાદ નથી રાખી શકતા. અપમાનને ભૂલી જવામાં જ જીવનની સાર્થકતા રહેલી છે. તેને હંમેશા યાદ રાખીએ છીએ. માનવી ઘણી વખત પોતાના થોડા ફાયદા ખાતર સામેવાળાનું લાખોમાં નુકસાન કરતાં પણ અચકાતો નથી. સ્વાર્થની દુનિયામાં કોઇ કોઇને પૂછે કે ઉપકારોને યાદ કરે? માતા પિતા સંસ્કાર આપે, પરંતુ એમની વૃધ્ધાવસ્થા, તેમની લાગણી, વિચારો, આદર્શોને એમના હૃદયની ભાવનાઓ સાથે માનવી અડપલાં કરે, માનસિક ત્રાસ આપી હેરાન કરી દે છે. તેમનું અપમાન કરી વૃધ્ધાશ્રમમાં મૂકતાં અચકાય નહિ. તેમની સહાય કરવાને બદલે તેમને સાચવવામાં વારા કાઢવામાં આવે છે. એકબીજા માટે ભાઇચારાની લાગણી તથા સન્માન જાળવવું જરૂરી છે.
સુરત     – સુવર્ણા શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top