Charchapatra

હિન્દુત્વ વિશેની કોન્ફરન્સ વિવાદી કેમ બની?

જે ભારતીય સંસ્કૃતિ વર્ષોથી વિશ્વને પોતાનુ કુટુંબ માને છે (વસુધૈવ કુટુંબકમ), જે સંસ્કૃતિ પ્રકૃતિને અઢળક પ્રેમ કરે છે અને જીવો અને જીવવા દોના ઉપકારક વિચારોને માનીને અપનાવે છે અને જે સંસ્કૃતિમાં દાળ ભાત શાક રોટલીનો ખોરાક જર્મનીના વૈજ્ઞાનીકો દ્વારા વિશ્વનો સર્વશ્રેષ્ઠ ખોરાક જાહેર થયેલ છે તેવી વિશ્વની સર્વોત્તમ મનાતી ભારતીય સંસ્કૃતિ એટલે કે હિન્દુ સંસ્કૃતિના ખોટા વિરોધો એક યા બીજા કારણોસર થઇ રહયા છે જે દુખદ જ ગણી શકાય.

વિશ્વમાં આવા ખોટા વિરોધોને એ જવાબ પણ મળી રહયો છે તેનુ તાજુ ઉદાહરણ અમેરિકામાં યોજાનાર હિન્દુ વિરોધી કાર્યક્રમ ‘ડીસ્પેન્ટવીંગ ગ્લોબલ હિંદુત્વ’ કોન્ફરન્સના લાખો હિન્દુઓના વિરોધને કારણે થયેલ પીછેહઠ ગણી શકાય. આ કોન્ફરન્સથી માત્ર અમેરિકાના જ નહી પણ વિશ્વના હિન્દુઓમાં આક્રોશ ફેલાયેલ છે. લાખો હિન્દુઓના વિરોધને પગલે આ કાર્યક્રમને ટેકો કરનારી વિશ્વની અનેક ખ્યાતનામ યુનિવર્સિટીઓએ પીછેહઠ કરવી પડેલ છે અને તેમણે કોન્ફરન્સના આયોજન સાથે છેડો ફાડી નાંખેલ છે તેમજ આયોજકોને કાર્યક્રમમાં પોતાની યુનિવર્સિટીના લોગોનો ઉપયોગ કરવાનો ઇન્કાર કરી દીધેલ છે.

આ કોન્ફરન્સના માહિતીપત્રમાં (બ્રોશરમાં) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભાજપ સરકારને કોમવાદી, આંત્યતિક અને હિન્દુ ધર્મને નામે દૂષણ ફેલાવનારા ગણાવ્યા છે. આ કોન્ફરન્સના આયોજકોએ પોતાના નામો જાહેર કર્યા નથી પરંતુ વિશ્વની પચાસથી વધુ પ્રતિષ્ઠીત યુનિવર્સીટીઓ દ્વારા કાર્યક્રમને સાર્થક હોવાનો દાવો કરવામાં આવેલ છે જેમણે પાછળથી હિન્દુ વિરોધોના કારણે જોડાવાનો ઇન્કાર કરી દીધેલ છે. આવી કોન્ફરન્સમાં હિન્દુત્વને ખોટી રીતે બદનામ કરીને ડાબેરીઓ ઉગ્રપંથી, જેહાદી તત્વો પરથી દુનિયાનું ધ્યાન હટાવવા ઇચ્છે છે. આવા નગ્ન સત્યને હવે દેશ અને વિશ્વ ઓળખી ગયેલછે તેથી એ આવી ખોટી પ્રવૃત્તિઓને જડબાતોડ જવાબ આપી રહયો છે. જે વિશ્વ શાંતિના હિતમાં આવકાર્ય ગણી શકાય.
અમદાવાદ          – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top