Gujarat

સુરત અને ગાંધીનગરમાં આપને મળેલા મત બતાવે છે કે જનતા ભાજપ-કોંગ્રેસથી નારાજ છે: કેજરીવાલ

સુરત : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal) સોમવારે દિલ્હી વિધાનસભામાં સુરતના આપના નગર સેવકો અને ગુજરાતના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન આપના કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું કે હતુ કે સુરત અને ગાંધીનગરના પરિણામો દર્શાવે છે કે ગુજરાતની જનતા ભાજપ અને કોંગ્રેસથી નારાજ છે (People are angry with BJP-Congress: Kejriwal) અને પરિવર્તન ઈચ્છે છે. વિધાનસભાની ચૂંટણીમાં આપણે ખૂબ મહેનત કરવી પડશે. લોકો ત્યારે જ અમને મત આપશે જ્યારે આપણે અસરકારક રીતે એક વિકલ્પ તરીકે ઉભરીશું.

  • ગાંધીનગરના પરિણામોની સમીક્ષા બેઠકમાં સુરત અને ગુજરાતના નેતાઓ સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલની ચર્ચા-વિચારણા
  • કેજરીવાલે કાર્યકરોનો જુસ્સો વધાર્યો, આપના નેતાઓ તૂટશે તો ગુજરાતની પ્રજાની આશા પડી ભાંગશે
    ફોટો મેઇલ કર્યા છે

દિલ્હીનું ઉદાહરણ આપતાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જેમ દિલ્હીમાં સારું કામ કર્યું છે, ત્યારે આ વાત ગુજરાતમાં ફેલાઈ. એ જ રીતે, જ્યારે તમે સુરતમાં સારું કામ કરશો, ત્યારે આ કામ સમગ્ર ગુજરાતમાં ફેલાશે. આપના કન્વીનર અરવિંદ કેજરીવાલે પાર્ટીના નેતાઓને કહ્યું કે હવે થોડા પૈસા કે પોસ્ટ માટે તૂટી જવાની જરૂર નથી. જો કોઈ આપનો નેતા તૂટે તો ગુજરાતની જનતાની આશાઓનો અંત આવશે જે આપણે જગાવી છે. આપણી પાસે કંઈ નથી. આપણી સૌથી મોટી તાકાત આપણી સત્યતા અને આપણી પ્રામાણિકતા છે.

કેરલમાં ભાજપને 40 વર્ષમાં આટલા મત નથી મળ્યા

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાતના ગાંધીનગરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ઉત્તમ કામગીરી બદલ રાજ્યના તમામ નેતાઓને અભિનંદન આપ્યા હતા. તેમજ જણાવ્યું હતુ કે, ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીનો વોટ શેર 22 ટકા આવ્યો છે.આ ચૂંટણીમાં તમે એક મહિના કરતા પણ ઓછા સમય માટે પ્રચાર કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 40 વર્ષથી કેરળમાં સખત મહેનત કરી રહી છે, પરંતુ અત્યાર સુધી તે 22 ટકા વોટ શેર સુધી પહોંચી શકી નથી. આ પરિણામો દર્શાવે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે ઘણો અવકાશ છે. ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે છે.

Most Popular

To Top