National

દિલ્હી: આતિશી અને સૌરભ ભારદ્વાજના મંત્રીપદને મળી લીલીઝંડી

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) રાજકારણમાં આવેલા ભૂકંપના ઝટકા હજું પણ અનુભવાઈ રહ્યાં છે. ત્યારે એક મહત્વની જાણકારી સામે આવી છે. મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામાને (Resignation) મંજૂરી આપ્યા પછી આમ આદમી પાર્ટમાં (AAP) આતિશી અને સૌરભ ભારદ્વાજને દિલ્હી કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યાં છે. રાષ્ટ્રપતિ મૂર્મે આ બંને નેતાઓની નિયુકિતને તેમજ મનિષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામાને લીલી ઝંડી આપી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની સલાહ લઈને આ બે નેતાઓને કેબિનેટમાં મંત્રીનું સ્થાન આપવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે જાણકારી આપતા જણાવ્યું હતું કે મનિષ સિસોદીયા તેમદ સત્યેન્દ્ર જૈનના રાજીનામા પછી આ આતિશી અને સૌરભને નવા મંત્રીના રુપે લીલી ઝંડી આપવામાં આવી છે.

હાલ મનિષ સિસોદીયા તેમજ સત્યેન્દ્ર જૈનના વિભાગની જવાબદારી કૈલાશ ગહેલોત તેમજ રાજકુમાર આનંદ સંભાળશે
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે કેબિનેટમાં હાલ મનિષ સિસોદીયા તેમજ સત્યેન્દ્ર જૈનના વિભાગની જવાબદારી કૈલાશ ગહેલોત તેમજ રાજકુમાર આનંદ સંભાળશે. જે દિવસે આતિશી અને સૌરભ શપથ લેશે તે જ દિવસે તે જ દિવસથી તેઓ પોત પોતાના વિભાગની જાવાબદારી સંભાળશે. જણાવી દઈએ કે મનિષ સિસોદીયા શિક્ષા મંત્રીની સાથે સાથે વિત્ત વિભાગ પણ સંભાળતા હતા. તેઓના જેલ ગયા પછી કેજરીવાલે જણાવ્યું હતું કે તેઓના જેલ જવાથી સરકારીની કામગીરીમાં કોઈ અસર નહિં પડશે.

સૌરભ ભારદ્વાજ અગાઉ કેજરીવાલની સરકારમાં ટ્રાંસપોર્ટ મંત્રી રહી ચૂકયા છે. જયારે આતિશી શિક્ષા મંત્રી રહી ચૂકી છે તે મનિષ સિસોદીયાની સલાહકાર પણ હતી. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ દારૂ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ મનીષ સિસોદિયા પર ગુનાહિત ષડયંત્ર અને દારુ કૌભાંડમાં પુરાવાનો નાશ કરવાનો આરોપ લગાવ્યો છે. મનીષ સિસોદિયાની જામીન અરજી પર કોર્ટ 10 માર્ચે ચુકાદો આપશે.

Most Popular

To Top