Gujarat Election - 2022

રવિન્દ્ર જાડેજાના પિતાએ રીવાબાને નહીં કોંગ્રેસને વોટ આપવા અપીલ કરી

જામનગર: મતદાનના એક દિવસ પૂર્વે જામનગર ઉત્તરની બેઠક પરનો જંગ રસપ્રદ બન્યો છે. અહીં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી છે, ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતાએ આ બેઠક પરના મતદારોને પોતાની પુત્રવધુના બદલે સામા પક્ષ કોંગ્રેસને વોટ (Vote) આપવાની અપીલ કરી છે. પરિવારના જ ઉમેદવાર વિરુદ્ધ મતદાનની અપીલના (Voting Appeal) લીધે રાજકારણ (Politics) ગરમાયું છે.

  • રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂદ્ધસિંહ જાડેજાનો વીડિયો મેસેજ વાયરલ
  • પુત્રવધુ રીવાબાના બદલે કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાને વોટ આપવા કરી અપીલ
  • રાજપુત સમાજના સભ્યોને કોંગ્રેસને વોટ આપવા અપીલ કરી
  • રવિન્દ્ર જાડેજાના પિતાના વીડિયો મેસેજ બાદ જામનગર ઉત્તરની બેઠક પરનો ચૂંટણી જંગ રસપ્રદ બન્યો

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના (Ravindra Jadeja) પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાનો (Anirudhsinh Jadeja) જામનગર ઉત્તર બેઠક (Jamnagar North Assembly Seat) પર લોકોને કોંગ્રેસને (Congress) મત આપવાની અપીલ કરતો વીડિયો મેસેજ (Video Message) મંગળવારે વાયરલ થયો હતો. રવિન્દ્ર જાડેજાની (Ravindra Jadeja) પત્ની રીવાબા જાડેજા (Rivaba Jadeja) જામનગર નોર્થથી ભાજપની (BJP) ટીકિટ પર ચૂંટણી (Election) લડી રહી છે, તે જોતાં આ વીડિયો ખૂબ મહત્ત્વપૂર્ણ બની ગયો છે. રાજકીય પક્ષોના અનેક વોટ્સએપ ગ્રુપમાં ફરતા થયેલા વીડિયોમાં અનિરૂદ્ધસિંહ જામનગરના લોકોને સામાન્ય રીતે અને ખાસ કરીને રાજપૂત સમાજના મતદારોને જામનગર ઉત્તર બેઠક પર કોંગ્રેસને મત આપવા અપીલ કરતા જોવા મળ્યા હતા. ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) બેઠક માટે 1 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. તેના ગણતરીના કલાકો પહેલાં અનિરૂદ્ધસિંહ જાડેજાની કોંગ્રેસને વોટ આપવાની વીડિયો અપીલના લીધે જામનગર ઉત્તરની બેઠક પર ભાજપના આગેવાનો દોડતા થઈ ગયા છે.

બિપેન્દ્રસિંહ જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. તે મારા નાના ભાઈ જેવો છે. હું રાજપુત (Rajput) સમુદાયના સભ્યોને અપીલ કરું છું કે તેમને મોટી સંખ્યામાં મતોથી જીતવામાં મદદ કરો. અનિરૂદ્ધસિંહ વીડિયોમાં કહે છે. રસપ્રદ વાત એ છે કે રીવાબાના ભાભી નયનાબા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે અને જામનગરના વિધાનસભા મત વિસ્તારના પ્રભારી છે. તે શરૂઆતથી જ રીવાબા વિરુદ્ધ પ્રચાર કરી રહી છે. જામનગર ઉત્તર માટે રીવાબાના નામની જાહેરાતના એક દિવસ પહેલાં નયનાબાએ કહ્યું હતું જો પક્ષ નવા ચહેરાને નિયુક્ત કરે તો ભાજપ આ બેઠક ગુમાવી શકે છે.

Most Popular

To Top