Business

ગાંધીજીના હૃદયમાં ગુંજતું રામનામ

મહાત્મા ગાંધી એકલા જ હતા. શરીર પણ માત્ર 86 પૌંડનું. કોઇ સેના પણ સાથે નહોતી. એમણે કોઇ શસ્ત્ર પણ ઉઠાવ્યું નહોતું. માત્ર રામનામનું બળ હતું. એ નામના સ્મરણ અને ચિંતનમાં એટલી ગાઢ નિષ્ઠા ભરેલી હતી કે ગાંધીના નામનું ઉત્તર દક્ષિણમાં એક વિકટ તોફાન આવતું હતું. એ શકિત ગાંધીની નહોતી, જનતાની પણ નહોતી, સંપૂર્ણ ક્રાંતિનું બીજ એ રામનામ હતું કે જે દરેક પળે ગાંધીજીની જીભ પર રહેતું હતું. એમના હૃદયમાં ગૂંજતું હતું.
વિજલપોર – ડાહ્યાભાઇ હરિભાઇ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વચનો ખાલી ઢોલ જેવા છે
સુપ્રીમ કોર્ટે છેલ્લે કહી દીધું કે રાજકીય પક્ષોને વચનો, અફલાતૂન વચનો, આપતા રોકી શકાય નહીં. સંસ્કૃતમાં કહેવાયું છે વચનેસુ કિમ દારિદ્રયમ? વચનો આપવામાં વળી કંજુસાઇ શાની કરવાની? દીધે રાખો. તમારા વચનો તમારા ચેહરા પરનો મેક અપ છે. જેમ કોઇ કદરૂપી વ્યકિત બ્યુટીપાર્લરમાં જઇ મેક અપ કરી નવું રૂપ સજીધજી આવે તેમ ચુંટણીના વચનોનું છે. જે પક્ષને લાગે કે આપણા જીતવાના ચાન્સ કાંઇ જ નથી એટલે એ જાતજાતના વચનોનું પૂર વહેવડાવે. લોકો હવે હોંશિયાર થઇ ગયા છે અને પક્ષોના મેનીફેસ્ટોપર વિશ્વાસ તો મૂકતા નથી પણ એ વાંચતા પણ નથી! તમારૂં કાર્ય જ તમારા અમલી થયેલા વચનો છે. રાજકારણમાન કહેવાયું છે કાર્યકરોના કામ બોલે છે. ખરા કાર્યકરોએ લાઉડસ્પીકર પણ રાખવાની જરૂર નથી હોતી. કારણ તેમના કામ જ લાઉ સ્પીકરની ગરજ સારે છે. જેઓ ઠાલા વચનો આપે છે હારે છે.
સુરત              – ભરત પંડયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આ સરકાર પોતાની મર્યાદા જોતા પણ શીખે
આપણા નેતા વિશ્વવ્યાપી ઇમેજ ઉપજાવવામાં સફળ રહ્યા છે. પણ આપણા વિપક્ષો આ સહન કરવાની સ્થિતિમાં નથી. વિપક્ષોના ડૂબતા વહાણમાંથી ઉંદરો બીજા સુરક્ષિત વહાણમાં (સત્તાપક્ષ) સરકવા કે ગરકવા લાગ્યા છે. કરવા ગયા કંસાર અને થઇ ગઇ થુલી. નોટબંધી, જીએસટી જેવા તુક્કા અવળા સાબિત થયા. નોટબંધી સંગ્રહખોરોને ફળી અને જીએસટીની કરચોરી કંટ્રોલ થવાને બદલે અનકંટ્રોલ થવા લાગી. ઠેર ઠેર દરોડામાન આપણું વહિવટી તંત્ર લાગી ગયું અને ગૌણ પ્રશ્નો ટલ્લે ચઢયા.
સુરત              – અનિલ શાહ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top