Charchapatra

રિવાજોનું મહત્ત્વ

મોટે ભાગે આપણે ત્યાં એવો રિવાજ છે કે કોઇને પણ ચાંદલો કરવો હોય કે રોકડમાં ભેટ આપવી હોય તો જે રકમ આપવાની હોય તેનો છેલ્લો અંક ૧ હોય. આવા રિવાજ પાછળ ખૂબ જ દૂરંદેશી રહેલી છે. જોઈએ કેવી રીતે ? ૧૦, ૧૦૦, ૧,૦૦૦, ૧૦,૦૦૦ જેમ – જેમ પૈસા વધતા જાય છે તેમ તેમ શૂન્ય ( તા ) વધતી જાય છે. એટલે જ આપણે ત્યાં આપણા બુઝુર્ગ વ્યવહારોમાં ૧૧, ૨૧, ૫૧, ૧૦૧ એવી રકમ આપવાનો રિવાજ બનાવ્યો છે. જેથી વ્યવહારોમાં છેવટે ૧ ( એકતા ) રહે ૦ ( શૂન્યતા ) નહી. આ ઉપરથી સમજાય છે બુઝુર્ગ વ્યક્તિઓ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા રિવાજોનું મહત્ત્વ.
સુરત     – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બ્રાહ્મણ પંડિતો જવાબ આપો
ઋગ્વેદમાં કહેવાયું છે કે બ્રાહ્મણો વિરાટ પુરુષના મુખમાંથી, ક્ષત્રિયો ભૂજામાંથી, વૈશ્યો પેટમાંથી અને શુદ્રો પગમાંથી ઉત્પન્ન થયા છે. ત્યારે પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે આ ચારેય વર્ણના લોકો પ્રથમ બાળક સ્વરૂપે જન્મેલા કે યુવા સ્વરૂપે કે પ્રૌઢ સ્વરૂપે? કે પછી બધા જ આબાલવૃધ્ધ નર-નારી સ્વરૂપે જન્મેલા? બીજો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તે સમયે બ્રાહ્મણો પોતાની જનોઇ, શિખા અને ત્રિપુંડ સાથે ક્ષત્રિયો ઢાલ, તલવાર, તીર સાથે અને વૈશ્યો અને શુદ્રો પોતપોતની અલગ ઓળખાણ સાથે જન્મેલા? કે પછી જન્મ્યા પછી કોઇએ તેમને અલગ કર્યા? ત્રીજો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ ચારેય વર્ણો વસ્ત્રો સાથે જન્મેલા કે વસ્ત્રવિહીન જન્મેલા? વસ્ત્રો સુતરાઉ હતા કે રેશમી? ચોથો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તેઓ કઇ ભાષા બોલતા હતા? તેઓ પોતપોતાની ભાષા સાથે જ જન્મ્યા હતા? બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યો સંસ્કૃત બોલતા હતા? શુદ્રોને તો સંસ્કૃત બોલવાનો અધિકાર જ નહોતો તો પછી તેઓ તે સમયે કઇ ભાષા બોલતા હતા? આવા બીજા અનેક પ્રશ્નો અત્યારે આપણે જવા દઇએ. સર્વશ્રેષ્ઠ બુધ્ધિમાન બ્રાહ્મણ દેવતા અત્યારે માત્ર આ ચાર પ્રશ્નોના જવાબ આપવાની કૃપા કરે એવી નમ્ર વિનંતી.
કડોદ     – એન. વી. ચાવડા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top