Charchapatra

પ્રજાના પૈસે ચૂંટણીસભાઓના તાયફા

સુરત SMC ના કેટલાક વિસ્તારમાં ગટરનું અને પીવાનું પાણી ભેગું થતાં ગંદુ અને ગંધાતું પાણી જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે અંગે સમાચારપત્રમાં વારંવાર વિગતો આવી તથા જનતાએ પણ રજૂઆત કરી. આવા અગત્યના ચિંતાજનક સમાચાર પણ ગૌણ ગણવામાં આવે છે. રોડના ખાડા હજુ SMC ના વર્ષોથી પ્રવેશ પામેલ વિસ્તારમાં એમના એમ જ છે. જે જોવાની ફુરસદ SMCના કર્મચારીઓને નથી. જયારે પાંડેસરામાં પ્રધાનમંત્રીની આવનારી જાહેરસભા માટે 15 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા? કદાચ પ્રશ્ન થાય તો જવાબ તૈયાર છે. આ નાણાં ચૂંટણી ભંડોળના છે! અરે ભાઇ! ચૂંટણી ભંડોળ હોય તે પણ મોટા ઉદ્યોગપતિ પાસેથી મળ્યા પરંતુ તે પણ તેના કર્મચારી પરસેવાના અને લોહી ચૂસી ભેગા કરેલા પ્રજાના જ નાણાં છે. આ તો એક વાત થઇ.

ગુજરાતમાં જ ચૂંટણી પહેલાં અનેક રાજકીય પક્ષો સભા – સરઘસ કાઢે તેને માટે લોકોને એકત્રિત કરવા સત્તાનો દુરુપયોગ કરી ST બસ દોડાવવામાં આવે અને સામાન્ય જનતા હાલાકી વેઠવાની ઉપરાંત એ જ પ્રજાના પૈસાનું ડીઝલ. સમજી શકાય એવી વાત છે. આવા તાયફાઓ આમ જનતાને સામાન્ય જીવવા અસમર્થ અને પ્રજા ગરીબાઇ તરફ આગળ વધી રહી છે. એમણે શું ગુમાવવાનું છે?  ચૂંટણી પંચે આવા તાયફાઓ બંધ કરવા માટે ખાસ કાયદો બનાવવાની જરૂર છે. કેમકે હવે હદ થઇ ગઇ છે. આમ ને આમ ચાલશે ભારતમાં અન્ય રાજયની ચૂંટણીમાં પણ (પ્રજાના પૈસે) લખલૂંટ ખર્ચ થતો રહેશે!? આજે પ્રસાર માધ્યમ પરથી પ્રચાર થઇ શકે છે. સમાચારપત્રમાં તો આખા પાનાની જાહેરાત છપાય જ છે. પ્રજા પણ સમજતી નથી. પોતાની કમાણી કામધંધા છોડી ભયંકર યાતના વેઠીને હાજર રહેવાનું કેમ છોડતા નથી?! ખુરશી ખાલી રહે મેદની જ ન હોય તો વાતોનાં વડાં કોને પીરસશે? એ લોકો તો હેલીકોપ્ટરમાં આવી ઊડી જશે. તમારે આટલી મોટી મેદની ભૂખ્યા તરસ્યા રખડવાનું?! કદાચ થોડું પ્રલોભન આપવામાં આવ્યું હોય તો પણ તે આપણા પૈસાનું જ છે અને તે એક દિવસની કમાણી જેટલું કદી ન હોય.

અમરોલી          – બળવંત ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સરકારી કચેરીઓ પોતાની જવાબદારી નિભાવવાનું સમજે
આજના સમાચાર પત્રકમાં એક સમાચાર નવી સીવીલ હોસ્પિટલના કીડની બિલ્ડીંગમાં પીચકારીઓ મારીને દાદરો પર દીવાલો પર ગંદકી જોવા મળી રહી છે તેમજ તાત્કાલિક વિભાગની બહાર નીકળવાના રસ્તા પર દર્દીઓના કપડા સૂકવેલા નજરે પડે છે અને બીજા સમાચાર ચર્ચાપત્રમાં બહુમાળી મકાનમાં નાગરિકો કામ અર્થે જાય છે પરંતુ ત્યાં બેસવાની સગવડ નથી. પંખા ખરાબ છે અને બહુમાળીના મકાની હાલત બહુ જ ખરાબ છેની વિગતો વાંચવામાં આવી. દરેક સમાચાર જે સમસ્યા તરફ ધ્યાન દોરે છે તેના પાયાના ગુણધર્મ પર જઇએ ને બે ખૂબ જ અગત્યની બાબતો પર જો ધ્યાન આપવામાં આવે તો કદાચ આ સમસ્યાનો કદાચ હલ મળે. બંને સમસ્યા સરકારી સંસ્થાનોમાં જોવા મળી છે.

મૂળત: પ્રશ્ન ત્યાં એ આવે છે સરકારી સંસ્થાનોમાં જવાબદાર કોણ? મોટા પગારદારો જ વળી. (સરકારી બાબુઓ) અમલદારો જે હોય તેના પર જો સરકાર કડક વલણ અપનાવે જેમકે વર્ષના અમૂક ધ્યેય ાથે (સરકારી બાબુઓ) અમલદારોને કામ આવે અને તેમાના કામનું મૂલ્યાંકન અને પગારધોરણ એ ધ્યેયની પ્રાપ્તિ અને ગુણવત્તા ચકાસણીના આધારે જ કરવામાં આવે. તેના માટે જોઇએ તો જે મેનપાવર, સાધનો આપવા પડે તે આપે અને તેનું પણ સમયાંતરે મોનીટરીંગ કરે. બાકી મારે શું? ના અભિગમથી કામ કરવાવાળો દરેક સ્તરનો કર્મચારી જયાન હોય ને ત્યાં ઉપર મુજબની જ પરિસ્થિતિ સર્જાય બીજું કંઇ ન થાય.
સુરત              – સીમા પરીખ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top