National

રામલલા પ્રાણ પ્રતિષ્ઠા: PM મોદીએ રામ મંદિરનું નિર્માણ કરનારા શ્રમિકો પર કરી પુષ્પવર્ષા

અયોધ્યામાં (Ayodhya) 6 દિવસની ધાર્મિક વિધિઓ પછી ભગવાન રામલલાની સોમવારે 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. આરએસએસના વડા મોહન ભાગવત, પીએમ મોદી સહિત છ મહેમાનોએ પૂજામાં હાજરી આપી હતી. તેમણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અનુષ્ઠાન પૂર્ણ કર્યું. મોદી હાથમાં ચાંદીની છત્રી અને ચુનરી લઈને રામ મંદિર પહોંચ્યા હતા. આ પછી પીએમએ કમળના ફૂલથી પ્રાર્થના કરી હતી. દરમિયાન PM નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરી રહેલા કામદારો પર પુષ્પવર્ષા કરી હતી.

રામ લલ્લાના અભિષેક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર બનાવનાર કારીગરો અને શ્રમિકો પર પુષ્પવર્ષા કરી હતી. તમામ શ્રમિકોને મળીને તેમણે કહ્યું કે તમે એક એવું કામ કર્યું છે જેની સદીઓથી રાહ જોવાતી હતી. તમે અમારા રામ મંદિરને ખૂબ જ ભવ્ય બનાવ્યું છે. સમગ્ર સનાતન સમાજ આપ સૌની પ્રશંસા કરી રહ્યો છે. જણાવી દઈએ કે આ મજૂરો મંદિર બનાવતી અલગ-અલગ કંપનીઓના છે. તેમણે દિવસ-રાત મહેનત કરીને સમયસર મંદિરનું નિર્માણ કર્યું છે.

પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરી રહેલા કામદારો પર પુષ્પવર્ષા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમામ શ્રમિકોને સમગ્ર દેશ અને સમાજ તરફથી શુભકામનાઓ અને આશીર્વાદ છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે આટલા ઓછા સમયમાં આટલું ભવ્ય મંદિર બનાવ્યું છે તે અદ્ભુત કાર્ય છે. તેમણે કામદારોને કહ્યું કે હવે તમારે આ કામની ગતિ વધારવી પડશે પરંતુ અત્યંત સાવધાની સાથે. આ મંદિર પોતાનામાં એક ઈતિહાસ છે અને તેની શોભા વધારવાનું કામ કામદારોએ કર્યું છે.

Most Popular

To Top