Dakshin Gujarat

વડિયાની રોયલ સનસિટીમાંથી રૂ.3.49 લાખની ચોરી

રાજપીપળા: (Rajpipla) વડિયા ગામની રોયલ સનસિટીમાં (Royal Suncity) રહેતા દંપતીના ઘરમાંથી રોકડા,(cash) દાગીનાની (jewelry) ચોરી થતાં પોલીસમથકે (Police) ફરિયાદ નોંધાઇ હતી. રાજુ ડાહ્યા રોહિતએ આપેલી ફરિયાદ મુજબ તેના મિત્રના દાદા કનુ નાનજી સોલંકીના વડિયા ખાતે આવેલા રોયલ સનસિટી-3 મકાનનું તાળું તોડી અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હતા. ઘરમાંથી સોનાના દાગીના, રોકડ મળી કુલ રૂ,3,49,600ની ચોરી થતાં રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.
બીલીમોરામાં બંધ મકાનમાંથી તસ્કરો રૂ.3.60 લાખની મતા ચોરી ગયાં
બીલીમોરા : બીલીમોરા સોમનાથ મંદિર પાસે તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી સોના ચાંદી અને રોકડ મળી કુલ રૂ.3.60 લાખની ચોરી કરી જતા ચકચાર મચી છે. બીલીમોરા પોલીસે ફરિયાદીની અરજીના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બીલીમોરાના સોમનાથ મંદિર પાસે આવેલી શિવચરણ સોસાયટીમા રહેતા ગીતાબેન જીતેન્દ્ર સોલંકી તેમના દિયરની બાયપાસ સર્જરી હોવાથી તા.19-08-20202ના રોજ પતિ સાથે વડોદરા ગયા હતા જ્યારે તેમનો પુત્ર અને પુત્રવધુ ઘરે જ હતા, તેઓ તા. 22-08-2022ના રોજ સવારે 9 કલાકે પોતાના કામ માટે સુરત-વલસાડ જવા નીકળ્યા હતા. આ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ
ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કરીને તસ્કરોએ અંદરના રૂમમાં મૂકેલા કબાટના તાળા તોડી અંદરથી સોનાનો હાથમાં પહેરવાનું કડું, સોનાની લકી ચેન, સોનાની બે ચેન, સોનાની વિટી, સોનાના કાનમાં પહેરવાની એક બુટ્ટી, ચાંદીનો ડબ્બો, થાળી, વાટકો ગ્લાસ, સોનાની નાકમાં પાંચ જળ સોનાનો ઢોળ ચડાવેલો ચાંદીનો મંગલસૂત્ર તેમજ રોકડા રૂ.40 હજાર મળી કુલ રૂ.3.60 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
દાગીનાની તપાસ કરતા ઘરમાંથી ચોરી થઇ હોવાનું ખબર પડી
સાંજે પોતાનું કામ પતાવીને પતિ પત્ની ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખૂલ્યો હતો. તેમજ કબાટોમાંથી સર સામાન વેરવિખેર જોતાં તેમણે દાગીનાની તપાસ કરતા ઘરમાંથી ચોરી થઇ હોવાનું ખબર પડી હતી. આ વાતની જાણકારી મળતા ગીતાબેન અને જીતેન્દ્ર ભાઇ સોલંકી ઘરે આવ્યા હતા અને બીલીમોરા પોલીસમાં તારીખ. 23.08.2022 ના રોજ ઉપરોક્ત બાબતે અરજી જેની તપાસ પોલીસ કરી રહી છે.

Most Popular

To Top