SURAT

સુરત માટે પ્રાઉડ મોમેન્ટ: વિશ્વની 6 ટોચની ગ્રીન બિલ્ડીંગમાં સુરતની આ ઈમારતનો સમાવેશ થયો

સુરત : આર્ક પરફોર્મન્સ પ્લેટફોર્મ કે જે ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન (Green Building certification ) અને USGBC સાથે સંકળાયેલી ટેક્નોલોજી ધરાવતી વિશ્વવિખ્યાત કંપની છે. તેના દ્વારા દેશના ટોચના હીરા ઉદ્યોગકાર ગોવિંદ ધોળકિયાના નેતૃત્વમાં કાર્યરત સુરતનાં SRK એમ્પાયરની માલિકીની ગણાતી શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લિ.ની બિલ્ડિંગને તેના ઓપેરેશનલ પર્ફોર્મન્સ માટે દુનિયાની ટોચની 6 ગ્રીન બિલ્ડિંગમાં (World Top 6 Green Buildings) સ્થાન પ્રાપ્ત થયું છે.

કાસ્ટિંગ ફેસેલિટીએ સફળતાપૂર્વક 100માંથી 92 પોઇન્ટનો સ્કોર પ્રાપ્ત કર્યો છે. આ સ્કોરની ગણતરી વિવિધ પેરામીટરોના માસિક સરેરાશ આર્ક પર્ફોર્મન્સ સ્કોરના આધારે કરવામાં આવે છે. આ સ્કોરની ગણતરીમાં એનર્જીનો વપરાશ, પાણીનો વપરાશ, વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, પરિવહન પ્રણાલી, હ્યુમન એક્સપિરિયન્સ ઇંડેક્સ, સહિતના સ્કોરની ગણતરી પછી આ બિલ્ડિંગને કુલ 92 પોઈન્ટ્સ મળ્યા હતા.

વર્ષ-2011માં તે સમયના ડાયમંડ ટ્રેડિંગ કંપની (DTC)ના મેનેજિંગ ડાયરેક્ટર વર્દા શાઇનના હસ્તે SRK એમ્પાયરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, આ બિલ્ડિંગે વર્ષ 2015માં LEED ગોલ્ડનું સર્ટિફિકેટ હાંસિલ કર્યું હતું અને ત્યારબાદ 2018માં Us ગ્રીન બિલ્ડિંગ કાઉન્સીલ (USGBC) તરફથી પ્લેટિનમ સર્ટિફિકેટનો દરજ્જો મેળવ્યો હતો અને આ સાથે તે ઈન્ડિયા અને એશિયા રિજિયનમાં પ્રથમ મેન્યુફેક્યરિંગ ફેસિલિટી બની હતી અને તે દુનિયામાં જેમ્સ અને જ્વલરી સેક્ટરની પ્રથમ ફેસિલિટી હતી. જેણે USGBC દ્વારા પ્લેટિનમ રેટિંગ હાંસલ કર્યું હતું.

બિલ્ડિંગના સસ્ટેનેબલ ફીચરમાં નીચેના કેટલાક મુદ્દાઓનો સમાવેશ થાય છે તેની કેવિટી વોલ જે બિલ્ડિંગ માટે એર કન્ડિશનિંગના ખર્ચને ઘટાડવા ઇસ્યુલેશનનું કામ કરે છે. SRKના આંતરપ્રેન્યોર-રફ પ્રોક્યોરમેન્ટ-મેન્યુફેક્યરિંગના જયંતી નારોલા કહે છે કે, ઇનોવેશન અને સસ્ટેનેબિલિટીનું ઇન્ફાસ્ટ્રક્ટર સ્થાપી ઇન્ડસ્ટ્રીને સારી સેવા આપવી અને અમારી શ્રેષ્ઠ પ્રેક્ટિસથી અન્યને પ્રેરિત કરવા માટે SRKનું મુખ્ય કામ છે.

આ કારણોસર SRKની બિલ્ડિંગને દુનિયાની ટોચની છ ગ્રીન બિલ્ડિંગમાં સ્થાન મળ્યું

  • હાઇ સોલર રિફ્લેક્શન ઇન્ડેક્સ (SRI) રૂફિંગઃ જે સૌથી વધારે સૂર્યપ્રકાશ ગ્રહણ કરે છે. વધારે SRI વેલ્થવાળું મટિરિયલ એર કન્ડિશનિંગ અને એનર્જીની જરૂરિયાતને ઘટાડે છે.
  • પ્રેસર મેનેજમેન્ટ સિસ્ટમ: SRK એમ્પાયરમાં પાણીની ટાંકીઓ 30 મિટર ઊંચી બિલ્ડિંગની સૌથી ટોચ ઉપર સ્થાપિત છે. જેનાથી પાણીનું પ્રેસર સૌથી વધારે છે. પાણીનો બગાડ તેમજ ઉપકરણોને જામ થતાં અટકાવવા એક પ્રેસર મેનેજમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરી છે. જેમાં એક ચોક્કસ ગેજના વાલ્વનો ઉપયોગ કરવામાં આવે છે. જે બધા જ ફ્લોર ઉપર 1 Kg/cm.sq. નું એક ચોક્કસ પ્રેસર જાળવી રાખે છે. પાણીનો બગાડ ઉપરાંત તેનો ઉપયોગ અને પ્રેસરના આંકડા નિયમિત રીતે આ પ્રેસર મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા સતત માપવામાં આવે છે.
  • સુરતમાં આવેલ અત્યાધુનિક સુવિધાથી સજ્જ ફેસિલિટીમાં દરરોજ અશરે 4000 લોકો એક સાથે કામ કરે છે અને ટેક્નોલોજીનાં અદ્યતન નવાં સાધનો અને સિસ્ટમ ધરાવે છે.

Most Popular

To Top