National

‘હિન્દુત્વને જેહાદીઓથી બચાવો’, કનૈયાલાલ હત્યાકાંડ બાદ ડચ સાંસદની તીખી પ્રતિક્રિયા

ઉદયપુર: રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(Udaipur)માં એક દુકાન(Shop)માં ઘૂસીને ટેલર કન્હૈયાલાલનું ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા(Murder) કરવામાં આવી હતી. આ હત્યાને લઈને સમગ્ર દેશમાં લોકોમાં રોષ(Angry) જોવા મળી રહ્યો છે. આ વચ્ચે પયગંબર મોહમ્મદ કેસમાં ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માને સમર્થન કરનાર ડચ(Dutch) સાંસદે(MP) પણ નારાજગી વ્યક્ત કરી છે. ડચ સાંસદ ગીર્ટ વિલ્ડર્સે મંગળવારે ઉદયપુર હત્યાકાંડ અંગે ટ્વીટ કર્યું અને કહ્યું કે ભારતને મારી સલાહ છે કે તેણે અસહિષ્ણુ લોકો પ્રત્યે સહનશીલતા બંધ કરવી જોઈએ.

ગીર્ટે ટ્વીટ કરીને કહ્યું છે કે, ભારત(India) એક મિત્ર હોવાના નાતે હું તમને અસહિષ્ણુઓ પ્રત્યે સહિષ્ણુ બનવાનું બંધ કરવા કહું છું. હિંદુત્વને ઉગ્રવાદીઓ, આતંકવાદીઓ અને જેહાદીઓથી બચાવો. ઇસ્લામને ખુશ ન કરો, તે તમને મોંઘુ પડશે. હિન્દુઓને એવા નેતાઓની જરૂર છે જે તેમની 100 ટકા સુરક્ષા કરી શકે. જ્યારે નેધરલેન્ડના જમણેરી સાંસદ ગીર્ટે કહ્યું, ભારતમાં હિન્દુઓ સુરક્ષિત હોવા જોઈએ. આ તેમનો દેશ છે, તેમની માતૃભૂમિ છે. ભારત તેમનું છે. ભારત ઈસ્લામિક દેશ નથી.

‘ચાર દિવસમાં ફાંસી આપો’: પ્રતાપ સિંહ ખાચરિયાવાસ
રાજસ્થાનના મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાએ કહ્યું કે હું ગઈકાલથી ગુસ્સાથી ઉકળી રહ્યો છું. તેમને તરત જ મારવા જોઈએ. તેમને ચાર દિવસમાં ફાંસી આપી દેવી જોઈએ. આ કાયરોએ પહેલા છરી બતાવી, પછી જ્યારે દંડા પડ્યા તો હવા નીકળી ગઈ. જો તમે આવા લોકોને મારશો નહીં, તો તમે શું કરશો?

ઘટના દેશમાં અને સમાજમાં આતંક ફેલાવવાની: રાજ્યવર્ધન રાઠોડ
લોકસભાનાં સાંસદ રાજ્યવર્ધન રાઠોડે કહ્યું કે, રાજસ્થાનના મુખ્યમંત્રી આ ઘટનાને હત્યા ગણાવી રહ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિ હત્યા કરતી વખતે વીડિયો બનાવીને તેને રિલીઝ કરવામાં છે, ત્યારે તે કોઈ જમીન વિવાદમાં નથી બનતું. આ હત્યા નથી પરંતુ આતંકવાદી હુમલો છે. દેશ અને સમાજમાં આતંક ફેલાવવાની આ ઘટના છે. આ પહેલી ઘટના નથી. બુંદીની ઘટનામાં મૌલાનાનો એક વીડિયો સામે આવ્યો છે જે શિરચ્છેદની વાત કરી રહ્યો છે, તેમાં પોલીસ પણ જોવા મળી રહી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

મદરેસામાં થતા અભ્યાસની તપાસ થવી જોઈએઃ કેરળના રાજ્યપાલ
કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને ઉદયપુર હત્યાકાંડને લઈને મદરેસાઓના શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે લક્ષણો દેખાય છે ત્યારે આપણે પરેશાન થઈ જઈએ છીએ પરંતુ રોગને નજરઅંદાજ કરીએ છીએ. મદરેસાઓમાં બાળકોને શીખવવામાં આવે છે કે નિંદાની સજા શિરચ્છેદ છે. તે ભગવાનના નિયમ તરીકે શીખવવામાં આવે છે. મદરેસામાં શું ભણાવવામાં આવે છે તેની તપાસ થવી જોઈએ.

Most Popular

To Top