Trending

પોતાના લગ્નમાં અચાનક મૃત પિતાને જોઈને દીકરી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી

નવી દિલ્હી: લગ્ન (Marriage) એ કોઈપણ છોકરી માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ હોય છે અને તે ઈચ્છે છે કે આ ખાસ દિવસે તેના માતા-પિતા તેની સાથે હોય. જો કે, દરેક છોકરીનું આ સપનું પૂરું થઈ શકતું નથી. સાથે જ જો કંઈક બતાવવાનો જુસ્સો હોય તો લોકો કંઈ પણ કરે છે. સોશિયલ મીડિયા (Social Media) પર આ દિવસોમાં એક વીડિયો (Video) ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે, જેમાં એક ભાઈએ તેની બહેનને તેના લગ્નમાં સરપ્રાઈઝ કરવા માટે સ્વર્ગસ્થ પિતાની મીણની પ્રતિમા (Wax Statue) બનાવી ભેટ (Gift) કરે છે. અને લગ્નના દિવસે જ્યારે છોકરીની સામે પિતાનું મીણનું પૂતળું આવે છે ત્યારે તે તેને જોઈને ભાવુક થઈ જાય છે અને જોર જોરથી રડવા લાગે છે.

આ વીડિયો લગભગ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પોતાના લગ્નમાં પિતાની મીણની પ્રતિમા જોઈને દુલ્હન ભાવુક થઈને રડવા લાગે છે અને તેની માતા અને તેની સાથે હાજર અન્ય લોકો પણ ભાવુક થઈ જાય છે. બાળકીના દિવંગત પિતાની મીણની પ્રતિમા જોઈને કોઈ ન કહી શકે કે તે નકલી છે. પ્રતિમા વાસ્તવિક લાગે છે. છોકરી તેના પિતાની પ્રતિમાને ગળે લગાવીને રડે છે અને પછી પરિવારના બાકીના સભ્યો સાથે ઉભી રહે છે અને ફોટોગ્રાફ્સ પણ લે છે.

આ વીડિયો હૈદરાબાદનો હોવાનું સામે આવી રહ્યું છે. આ વીડિયોમાં જે દુલ્હન છે તેનું નામ સાઈ વૈષ્ણવી છે. અને તેના લગ્ન થઈ રહ્યા હતા. દરેક જણ ખુશ હતા, પરંતુ એક ખામી હતી, પિતા. દરેક વ્યક્તિ વિચારી રહ્યા હતા કે આ ખુશીના પ્રસંગે પિતા અવુલા સુબ્રહ્મણ્યમ હાજર હોત તો કેટલું સારું હોત. આ દરમિયાન વૈષ્ણવીના ભાઈ ફણી કુમારે એક એવી ગિફ્ટ આપી જે કદાચ જ કોઈએ પહેલા આપી હોય. ફણી કુમારે તેમના પિતાના મીણનું લાઈફ સાઈઝ પૂતળું બનાવ્યું અને લગ્નમાં બધાની સામે રજૂ કર્યું હતું.

યુટ્યુબ પર પોસ્ટ કરાયેલા 3.39 મિનિટના વીડિયોમાં જોવા મળે છે કે પુત્રી વૈષ્ણવી તેના પિતાને જોતાની સાથે જ ભાવુક થઈ ગઈ અને તે પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી શકી નહીં. જ્યારે તેની માતા જયશ્રીએ પણ અચાનક તેના પતિને સામે જોયો ત્યારે તે પહેલા તો આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ બાદમાં તે રડવા લાગી. વૈષ્ણવી પિતાની મૂર્તિને ગળે લગાડતી અને ચુંબન કરતી જોઈ શકાય છે. 9 જૂને યોજાયેલા લગ્નમાં હાજર અન્ય સંબંધીઓ પણ પૂતળાને ગળે લગાવીને ભાવુક થઈ ગયા હતા.

દુલ્હનના ભાઈ ફાનીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેના પિતા બીએસએનએલમાં નોકરી કરતા હતા. તે પણ કોરોનાની બીજી લહેરમાં ફસાઈ ગયા હતા. તેમનું ઓક્સિજનનું સ્તર નોંધપાત્ર રીતે ઘટી ગયું હતું. તેઓ ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન તેઓ વેન્ટિલેટર પર હોવાથી કોઈ તેમને મળી શક્યું ન હતું. તેમના મૃત્યુ પછી આખો પરિવાર તૂટી ગયો. પણ કોઈએ હાર ન માની. બધાની એક જ ઈચ્છા હતી કે જો તેઓ વૈષ્ણવીના લગ્નમાં હોત તો કેવું સારું થાત. હવે આ ઈચ્છા પૂરી થઈ છે. ફણી કુમારે જણાવ્યું કે તેણે કર્ણાટકમાં પોતાના પિતાનું મીણનું પૂતળું બનાવ્યું હતું. લગભગ એક વર્ષ જેટલો સમય લાગ્યો. આ વીડિયોને યુટ્યુબ પર 80 લાખથી વધુ લોકોએ જોયો છે.

આ વીડિયો પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. તેના પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે આ ખૂબ જ ઈમોશનલ વીડિયો છે. મારા હૃદયને સ્પર્શી ગયો. સોશિયલ મીડિયામાં લોકો આ વીડિયોને ઘણો પસંદ કર્યો છે.

Most Popular

To Top