National

રામ મંદિરમાં રામલલા બિરાજ્યા, બોલિવૂડે કર્યા નમન

અયોધ્યા: રામલલા અયોધ્યામાં (Ayodhya) બિરાજમાન થઇ ચૂક્યા છે. ભગવાન રામની (Lord Ram) પ્રથમ અલૌકિક ઝલક પણ સામે આવી છે. તેમજ તેમના દિવ્ય દર્શન કર્યા બાદ તમામ રામ ભક્તો ઉત્સાહિત છે. ત્યારે ફિલ્મ સ્ટાર્સે (Film stars) પણ રામલલાની મૂર્તિના ફોટા સોશિયલ મીડિયા (Social media) પર શેર કર્યા છે.

અયોધ્યામાં ભગવાન શ્રી રામ પધાર્યા છે. તેમજ મંદિર પરિસર માંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તમામ ફિલ્મ સ્ટાર્સ સાથે બેઠા છે. સેલેબ્સ રામની ભક્તિમાં તલ્લીન જોવા મળે છે. આ પ્રસંગે આલિયા-રણબીર, આકાશ-શ્લોકા, આયુષ્માન, વિકી-કેટરિના એક જ ફ્રેમમાં જોવા મળ્યા હતા.

જુઓ રામલલાના દર્શન:

અયોધ્યામાં હેમા માલિની
ભાજપના મંત્રી અને અભિનેત્રી હેમા માલિની અયોધ્યા શહેર પહોંચી ગયા છે. તેઓનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં તે ગીતકાર પ્રસૂન જોશી, વિવેક ઓબેરોય અને નિર્દેશક સુભાષ ઘાઈ સાથે જોવા મળી હતી. ત્રણેયના ચહેરા પર રામલલાના આગમનનો આનંદ દેખાતો હતો.

ભગવાન રામના અભિષેકની ક્ષણ નજીક આવતા આ અવસરના સાક્ષી બનવા માટે મુકેશ અંબાણી અને નીતા અંબાણી અયોધ્યામાં રામ મંદિર પહોંચ્યા હતા.

અયોધ્યામાં બોલિવૂડ સિતારાઓનો મેળો જોવા મળ્યો હતો. દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં અમિતાભ બચ્ચન અરુણ ગોવિલને મળ્યા હતા. બિગ બીએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું પણ હાથ જોડીને અભિવાદન કર્યું હતું.

શિલ્પ શેટ્ટીએ વીડિયો શેર કર્યો
રામ મંદિરના અભિષેક પર રામ લાલાના વિડિયો શેર કરતા શિલ્પા શેટ્ટીએ લખ્યું- શ્રી રામ રામેતિ રમેતી રમે રામે મનોરમે. સહસ્રનામ તત્તુલ્યં રામનામ વર્ણે. અર્થ: ભગવાન શિવ પાર્વતીને કહે છે, “હે સુમુખી! રામ નામ ભગવાન વિષ્ણુના 1008 નામો જેવું જ છે. તેથી જ હું હંમેશા રામ નામનો જપ કરતો રહું છું. રામ નામનો જાપ કરવાથી સૃષ્ટિના તમામ પાપોથી મુક્તિ મળે છે. હું તમામ દેશવાસીઓને નિષ્ઠાપૂર્વક વિનંતી કરું છું. તમે બધાએ રામલલા જીનું હૃદય અને તનથી સ્વાગત કરવું જોઈએ.

કાર્યક્રમ દરમિયાન ગાયક સોનુ નિગમે અયોધ્યાના રામ મંદિરમાં રામ ભજન ગાઈને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેનો રામ ગીત ગાતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ રામ મંદિર અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાની તમામ વિધિઓ સંપૂર્ણ થઇ છે. તેમજ આજે સમગ્ર દેશ રમલલાના આગમનથી રામમય બન્યો હતો.

Most Popular

To Top