National

દિલ્હી હિંસા મામલે મોટો ખુલાસો: મસ્જિદનાં ઈમામે અંસારીને બોલાવ્યો હતો

નવી દિલ્હી: દિલ્હી પોલીસે(Delhi Police) જહાંગીરપુરી(Jahangirpuri) હિંસા અંગેનો પ્રાથમિક અહેવાલ ગૃહ મંત્રાલય(Ministry of Home Affairs)ને મોકલ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે હિંસા પાછળ ગુનાહિત ષડયંત્ર હોવાનું જણાવ્યું છે. સોમવારે ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah) પોલીસ કમિશનરને આ મામલે ઉદાહરણ બેસાડે તેવી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પોલીસે હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં 25ની ધરપકડ કરી છે. જે પૈકી 8 લોકો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

શનિવારની અથડામણ દરમિયાન કથિત રીતે ગોળીબાર કરનાર સી બ્લોકના રહેવાસી ઈમામ ઉર્ફે સોનુ ઉર્ફે યુનુસની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જહાંગીરપુરીના રહેવાસી 36 વર્ષીય શેખ હમીદની પણ ધરપકડ કરી છે, જે ભંગારનો વેપારી છે. પોલીસે કહ્યું કે પૂછપરછ દરમિયાન, હમીદે ખુલાસો કર્યો કે તેણે આ હિંસામાં બોટલો સપ્લાય કરી હતી, જેનો ઉપયોગ અથડામણ અને પથ્થરમારા દરમિયાન ફેંકવા માટે કરવામાં આવ્યો હતો.

અંસારીનાં પરિવારનું પશ્ચિમ બંગાળ સાથે કનેક્શન
આ ઘટનામાં વધુ એક મોટો ખુલાસો થયો છે. સી બ્લોકની જામા મસ્જિદના ઈમામે અન્સારને બોલાવ્યા હતા, ત્યાર બાદ જ તેઓ શોભાયાત્રામાં પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે શનિવારે નીકળેલા જુલૂસ દરમિયાન ઇમામ અને અન્ય લોકો જહાંગીરપુરીના સી બ્લોકની જામા મસ્જિદની ઉપર ઉભા હતા. તેણે અંસારને ફોન કરીને બોલાવ્યો હતો, ત્યારબાદ તે તેના 4-5 સાથીઓ સાથે મસ્જિદની બહાર પહોંચ્યો હતો અને જુલૂસમાં ચાલતા લોકો સાથે દલીલ કરવા લાગ્યો હતો.

ગુનામાં મુખ્ય સુત્રધાર અંસાર હાલ પોલીસની કસ્ટડીમાં છે. અંસારનો જન્મ જહાંગીરપુરીમાં થયો હશે પરંતુ તેના પરિવારના મૂળ પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલા છે. હાલ તો પોલીસે અંસારી સામે તપાસ વધુ કડક બનાવી છે. હાલમાં તેના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ, તેમજ બેંક ખાતાની વિગતો એકત્ર કરાઈ રહી છે.

હિંસાની તપાસ માટે એક્શન પ્લાન તૈયાર
દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે હિંસાની તપાસ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ તપાસ ડીસીપી રોહિત મીણાની દેખરેખ હેઠળ કરવામાં આવશે અને તેનું મોનિટરિંગ એસીપી અભિનેન્દ્ર જૈન કરશે. ટેકનિકલ, વૈજ્ઞાનિક, સાયબર, વિડિયો વિશ્લેષણ, અન્ય વિભાગો સાથે સંકલન અને દરોડા પાડવા સહિતના વિવિધ કાર્યો માટે કુલ 14 ટીમો બનાવવામાં આવી છે. જે પૈકી ચાર ટીમોનું નેતૃત્વ ACP કરી રહ્યા છે, જ્યારે બાકીની 10 ટીમોનું નેતૃત્વ 11 ઈન્સ્પેક્ટર કરશે.

દિલ્હી પોલીસે MHAને રિપોર્ટ મોકલ્યો
દિલ્હી પોલીસે જહાંગીરપુરી હિંસા અંગેનો પ્રાથમિક તપાસ રિપોર્ટ ગૃહ મંત્રાલયને મોકલી આપ્યો છે. અહેવાલો અનુસાર, હિંસા પાછળ ગુનાહિત ષડયંત્ર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે હિંસાની તપાસ માટે 14 ટીમો બનાવી છે, જેમાંથી ચારની આગેવાની એસીપી રેન્કના અધિકારીઓ કરી રહ્યા છે અને બાકીની ટીમ ઈન્સ્પેક્ટરના નેતૃત્વમાં છે. દિલ્હી પોલીસે જામા મસ્જિદ અને હૌજ કાઝી વિસ્તારમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડ્રોનની મદદથી દેખરેખ કરાઈ રહી છે.

જહાંગીરપુરીમાં ઘરોની તપાસ થવી જોઈએ: ભાજપની માંગ
જહાંગીરપુરીમાં સાંપ્રદાયિક હિંસા પછી, ભાજપે સમગ્ર વિસ્તારમાં ડોર ટુ ડોર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને ગેરકાયદેસર હથિયારોની વસૂલાતની માંગ કરી છે. પાર્ટી બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવા માંગે છે. આ ઉપરાંત ફાયરિંગના આરોપમાં ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી અંસારની ભૂમિકા અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથેના તેના કનેક્શનની પણ ઊંડાણપૂર્વક તપાસની માંગ કરવામાં આવી છે.

હિંસાની ઘટના મામલે દિલ્હીના મુખ્યમંત્રીની ચુપ્પી
વિધાનસભામાં વિપક્ષના નેતા રામવીર સિંહ બિધુરીએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલને આ વિસ્તારમાં સરકારી જમીન પરના ગેરકાયદેસર અતિક્રમણો અને ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટે એક વિશાળ ઝુંબેશ શરૂ કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે જહાંગીરપુરીની ઘટના પર આમ આદમી પાર્ટીના નેતાઓ મૌન ધારણ કરી લીધું છે. અત્યાર સુધી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના કોઈ નેતાએ આ ઘૂસણખોરો સામે પગલાં લેવા માટે અવાજ ઉઠાવ્યો નથી, કારણ કે આ ઘૂસણખોરોને દિલ્હી સરકાર દ્વારા મફત વીજળી, પાણી, રાશન, મહિલાઓને મફત બસમાં મુસાફરી અને સરકારી પેન્શન પણ આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, વકફ બોર્ડ દ્વારા અહીંના લોકોને આર્થિક મદદ પણ કરવામાં આવી છે.

Most Popular

To Top