National

‘રાહુલને આ હફ્તા વસૂલી ક્યાંથી મળી?’ ઈલેક્ટોરલ બોન્ડ પર અમિત શાહનો પલટવાર

નવી દિલ્હીઃ આ દિવસોમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) ઈલેક્ટોરલ બોન્ડને (Electoral bonds) લઈને કેન્દ્ર સરકાર અને ભાજપ પર સતત પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ બોન્ડને કેન્દ્રની ભાજપ સરકારની સૌથી મોટી ફફ્તા વસૂલી ગણાવી હતી. ત્યારે આજે બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) રાહુલ ગાંધીના પ્રહારો પર વળતો પલટવાર કર્યો હતો. તેમજ તેમના દાવાઓનોપણ જવાબ આપ્યો હતો.

અમિત શાહે કહ્યું કે જો ઈલેક્ટોરલ બોન્ડ હફ્તા વસૂલી છે. તો તેમની પાર્ટીને 1600 કરોડ રૂપિયા મળ્યા છે. તો તેમણે પણ જણાવવું કે જોઈએ કે આ ‘હફતા વસૂલી’ તેમને ક્યાંથી મળી. તેઓને તે નાણાં ક્યાંથી મળ્યા? અમે કહીએ છીએ કે આ એક પારદર્શક દાન છે. પરંતુ જો તેઓ કહે છે કે આ વસૂલાત છે તો તેમણે પણ તેમના દાનની વિગતો આપવી જોઈએ.’ અમિત શાહે એકખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત સમિટમાં આ વાત કરી હતી.

ભારત ગઠબંધન તેમનો ચહેરો દેખાડવા લાયક નહીં રહે: શાહ
સમિટમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતીય જનતા પાર્ટી ચૂંટણી દાતાઓની યાદી જાહેર કરશે? તો ગૃહ મંત્રીએ કહ્યું કે જ્યારે આંકડાઓ સામે આવશે ત્યારે ભારત ગઠબંધન પોતાનો ચહેરો દેખાડી શકશે નહીં. અમિત શાહે કહ્યું કે રાહુલના ઘમંડી ગઠબંધનને ચૂંટણી બોન્ડમાંથી મળેલા 6,000 કરોડ રૂપિયાનો હિસાબ પણ તેમણે આપવો પડશે. તેમજ જ્યારે ઈલેક્ટોરલ બોન્ડને લગતી તમામ માહિતી બહાર આવશે ત્યારે ઈન્ડિયા એલાયન્સ પોતાનો ચહેરો દેખાડી શકશે નહીં.

ગત અઠવાડીયે ઈલેક્ટોરલ બોન્ડ્સમાંથી મળેલી રકમને લઈને મોટો ખુલાસો થયો હતો. ચૂંટણી પંચના આંકડા મુજબ ભાજપને ઈલેક્ટોરલ બોન્ડ્સમાંથી 6,061 કરોડ રૂપિયા મળ્યા છે. તૃણમૂલ કોંગ્રેસને રૂ. 1,610 કરોડ અને કોંગ્રેસને રૂ. 1,422 કરોડ મળ્યા હતા.

સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરો – શાહ
અમિત શાહે કહ્યું કે તેઓ સર્વોચ્ચ અદાલતના નિર્ણયનું સન્માન કરે છે. પરંતુ વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ચૂંટણી બોન્ડ્સે રાજકારણમાંથી કાળું નાણું લગભગ ખતમ કરી દીધું છે. ભારત ગઠબંધન ઉપર પોતાની વાણીનો હુમલો ચાલુ રાખતા અમિત શાહે કહ્યું કે વિપક્ષી જૂથ ઈલેક્ટોરલ બોન્ડની વિરુદ્ધ છે. તેમણે આરોપ લગાવ્યો કે તેઓ ‘રાજકારણમાં ફરી એક વાર પ્રભુત્વ મેળવવા માટે નાણાં કાપવાની જૂની સિસ્ટમ’ ઈચ્છે છે.

Most Popular

To Top