Gujarat Main

મહિના પહેલાં અયોધ્યા હતો, આજે મહાદેવના મંદિરમાં છું, વડાપ્રધાને વાળીનાથમાં શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરી

વાળીનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PrimeMinisterNarendraModi) બે દિવસ માટે ગુજરાતના (Gujarat) પ્રવાસે પધાર્યા છે. આજે પ્રવાસના પહેલાં દિવસે વડાપ્રધાન રાજ્યમાં 57,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી રહ્યાં છે. સવારે અમદાવાદમાં (Ahmedabad) નમો સ્ટેડિયમ (NarendraModiStadium) ખાતે તેઓએ કરોડોના કાર્યોનું લોકાર્પણ કર્યું. ત્યાર બાદ વડાપ્રધાન વાળીનાથ (Valinath) પહોંચ્યા હતા. અહીં વાળીનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.

વડાપ્રધાને પ્રાણ પ્રતિષ્ઠા બાદ પોતાના સંબોધનની શરૂઆત જય વાળીનાથ થી કરી હતી. મોદીએ કહ્યું, આજે ઘણા જૂના જોગીઓના દર્શન કરવા મળ્યા. આજે તો વાળીનાથે વટ પાડી દીધો છે. અગાઉ ઘણીવાર અહીં આવ્યો છું પણ આજે કંઈક અલગ જ વાત છે.

મોદીએ કહ્યું, આજના દિવસે અનોખો સંયોગ થયો છે. એક મહિના પહેલાં અયોધ્યા હતો. આજે વાળીનાથ મહાદેવ મંદિરમાં છું. રબારી સમાજ માટે આ ગુરુગાદી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે હું દિવ્ય ઉર્જા અનુભવ કરી રહ્યો છે. આ ઉર્જા એ યાત્રાથી પણ જોડે છે જે બળદેવગીરી બાપુએ શરૂ કરી હતી. હું મંચ પરથી ગાદીપતી જયરામગીરી બાપુને વંદન કરું છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે આ મંદિર માત્ર દેવાલય નથી. તે હજારો વર્ષ જૂની સંસ્કૃતીનું પ્રતિક છે.

છેલ્લા બે દાયકામાં વિકાસની સાથે વિરાસતની ભવ્યતા માટે કામ થયું છે. કમનસીબે કોંગ્રેસે ધર્મસ્થાનો ઉપર પ્રશ્ન કર્યા હતા. કોંગ્રેસે જ સોમનાથ અને પવાગઢના વિકાસમાં વિધ્ન પેદા કર્યું હતું.

એક મહિના પહેલા હું અયોધ્યામાં હતો, આજે..
મોદીએ કહ્યું કે, બરાબર એક મહિના પહેલા 22 જાન્યુઆરીએ હું અયોધ્યામાં ભગવાન રામના ચરણોમાં હતો. ત્યાં મને ભગવાન રામલલાની મૂર્તિના અભિષેકની ઐતિહાસિક ઘટનામાં ભાગ લેવાનું સૌભાગ્ય મળ્યું હતું. ત્યાર બાદ ગઈ તા. 14 ફેબ્રુઆરી વસંત પંચમીના રોજ મને અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવાની તક મળી.

માત્ર 2-3 દિવસ પહેલા જ મને ઉત્તર પ્રદેશના સંભલમાં કલ્કિ ધામનો શિલાન્યાસ કરવાનો મોકો પણ મળ્યો. હવે આજે મને અહીં તરભના આ ભવ્ય અને દિવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પછી પૂજા કરવાનો લહાવો મળ્યો છે. આ એવો સમય છે જ્યારે દેશના વિકાસ અને ભગવાન બંનેનું કામ ઝડપથી થઈ રહ્યું છે. ભગવાનની સેવા પણ થઈ રહી છે અને દેશની સેવા પણ થઈ રહી છે.

Most Popular

To Top