National

મતદાન બાદ પી.એમ મોદી દિલ્હી જઈ કરશે આ કામ….

નવી દિલ્હી: ગુજરાત (Gujarat) અને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) માં વિધાનસભા ચૂંટણી (Election)ને લઈને ભાજપે (BJP) મિશન 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં બે દિવસીય ઉચ્ચ સ્તરીય બેઠક (Meeting) બોલાવી છે. સોમવારે યોજાનારી આ બેઠકનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) કરશે. આ બેઠકમાં ભાજપના તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ ભાગ લેશે.

મિશન 2024ની તૈયારીમાં ભાજપ
પ્રાપ્ત માહિતી અનુસાર, નરેન્દ્ર મોદી અમદાવાદમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કર્યા બાદ તરત જ તેઓ બીજેપીના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક માટે નવી દિલ્હી જવા રવાના થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઠકનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ બીજેપી અધિકારીઓને પણ સંબોધિત કરશે. જેમાં આગામી ચૂંટણીને લઈને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. આ બેઠકની અધ્યક્ષતા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરશે. ભાજપની આ મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ભાગ લઈ શકે છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ ચૂંટણી સંબંધિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

ચૂંટણી રાજ્યોના રિપોર્ટ પર ચર્ચા થશે
આ બેઠકમાં જે રાજ્યોમાં ચૂંટણી થઈ છે ત્યાંના ચૂંટણી અહેવાલો પર પણ ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશના પ્રભારીઓ વિધાનસભાની ચૂંટણીને લઈને પોતાનો અહેવાલ રજૂ કરશે. દિલ્હીના પ્રભારી એમસીડી ચૂંટણી સંબંધિત અહેવાલ પણ આપશે, જેમાં વિગતવાર ચર્ચા થવાની અપેક્ષા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તે રાજ્યોના પ્રભારીઓ પણ બેઠકમાં પોતપોતાના રાજ્યોની ચૂંટણી તૈયારીઓનો રિપોર્ટ રજૂ કરશે.

આવતા વર્ષે આ રાજ્યોમાં યોજાશે ચુંટણી
ઉલ્લેખનીય છે કે, આવતા વર્ષે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, કર્ણાટક, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ જેવા રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. જેના માટે ભાજપે અત્યારથી જ તૈયારીઓ કરી લીધી છે. આ સાથે, તમને જણાવી દઈએ કે દિલ્હી MCD ચૂંટણી માટે મતદાન રવિવારે પૂર્ણ થયું હતું અને આજે સોમવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પણ મતદાન શરુ થઇ ગયું છે. જેમાં પી.એમ મોદીએ એક સામાન્ય વ્યક્તિની જેમ લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. તેમજ મતદાન કર્આયા બાદ ગુજરાતનાં મતદારોનો આભાર પણ માન્યો હતો. ઉપરાંત અમિત શાહે પણ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું.

Most Popular

To Top