Gujarat Election - 2022

સંખેડા વિધાનસભાના ઉમેદવાર ધીરુભાઈ ભીલે 102 વર્ષના માતાના આશીર્વાદ લીધા બાદ મતદાન કર્યું

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) માટે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ઉત્તર અને મધ્ય -પૂર્વે ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન (Voting) શરૂ થઈ ગયું છે. વહેલી સવારે મતદાન માટે લાઈનો લાગી હોય તેવા નજારો જોવા મળ્યા છે. જ્યારે મધ્ય ગુજરાતની 61 બેઠકો માટે સરવાથી મતદાન શરૂ થઈ ગયું હતું. સવારે 8 વાગ્યા સુધીમાં મધ્ય ગુજરાતમાં સૌથી વધુ મતદાન આણંદ (Anand) જિલ્લામાં 4.92 ટકા મતદાન થયું છે. એક કલાકમાં 5 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં સૌથી વધુ ગાંધીનગર જિલ્લામાં 7 ટકા અને સૌથી ઓછું દાહોદ જિલ્લામાં 3.37 ટકા મતદાન થયું છે. જ્યારે ગાંધીનગર ઉત્તર સીટ પર સૌથી વધુ 13 ટકા વોટિંગ થયું હતું. 

ત્યારે છોટાઉદેપુર જિલ્લાની સંખેડા વિધાનસભાની બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ધીરુભાઈ ભીલે 102 વર્ષના માતાના ચરણ સ્પર્શ કરી આશિર્વાદ લીધા હતા. અને ત્યારે બાદ મતદાન કરવા મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. માતાના આશિવાર્દ લીધા બાદ ધીરુભાઈ ભીલે માદરે વતન કેસરપુરા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું અને પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ત્યારે સાંસદ નારણ રાઠવા અને કોંગ્રેસના ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવાએ પરિવાર સહિત છોટાઉદેપુરની ઇકબાલ હાઇસ્કૂલ ખાતે મતદાન કર્યું કર્યું. આ સિવાય ડબોઈમાં પણ ઉમેદવારો મતદાન કરવામાં આવ્યું હતું. ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વડોદરામાં પત્ની સાથે મતદાન કર્યું હતું.

મધ્ય ગુજરાતમાં દાહોદ સહિતના અનેક સ્થળો EVM ખોટકાયા છે. જેના કારણે મતદાન કેન્દ્ર પર લાંબી લાઈન થઈ જવા પામી હતી, અને મતદાન કરવામાં મોડું થયું હતું. જ્યારે માંજલપુર બેઠકના ભાજપના ઉમેદવાર અને સતત આઠમી વખત ચૂંટણી લડી રહેલા યોગેશ પટેલે જણાવ્યું હતું કે, હું આ વખતે એક લાખ મતની લીડથી જીતીશ. પાર્ટી એ મારા કામ જોઈ અને મને રિપીટ કર્યો છે. તેમજ મતદાન કર્યા બાદ લોકોને મતદાન કરવામાં માટે અપીલ કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં મતદાન કર્યું. મુખ્યમંત્રીએ પણ મતદાન કર્યું. એક કલાકમાં 5 ટકા મતદાન થયું, જેમાં સૌથી વધુ ગાંધીનગર જિલ્લામાં 7 ટકા અને સૌથી ઓછું દાહોદ જિલ્લામાં 3.37 ટકા મતદાન થયું છે. જ્યારે ગાંધીનગર ઉત્તર સીટ પર સૌથી વધુ 13 ટકા વોટિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે. 

Most Popular

To Top