SURAT

સુરતના કોટ વિસ્તારની હાલત યુક્રેન કરતાં ખરાબ, બોમ્બ ફેંક્યા હોય તેમ ઠેરઠેર ખાડા, ધૂળ એટલી ઉડે કે..

સુરત: (Surat) સુરતના જૂના કોટ વિસ્તારની હાલત છેલ્લાં ત્રણેક મહિનાથી બદથી બદતર થઈ ગઈ છે. મેટ્રો, ગટર, ડ્રેનેજના કામ માટે પાલિકા દ્વારા શેરીએ શેરીએ ખાડા ખોદી નાંખવામાં આવ્યા છે. રશિયાએ મિસાઈલો છોડી તેના લીધે યુક્રેનની જેવી હાલત થઈ તેવા દ્રશ્યો કોટ વિસ્તારની જોવા મળી રહી છે. વળી, ખાડાના લીધે આખાય વિસ્તારમાં એટલી બધી ધૂળ ઉડે છે કે અહીંના રહીશો ઘરની સફાઈ કરી ત્રાહિમામ પોકારી ગયા છે.

(Surat) આરોગ્ય સમિતિ (Health) દ્વારા દરેક ઝોનમાં સંકલન મીટિંગ રાખવામાં આવી રહી છે. જેના અંતર્ગત શુક્રવારે સેન્ટ્રલ અને ઉધના ઝોનમાં મીટિંગ રાખવામાં આવી હતી. જેમાં અધિકારીઓ, સ્થાનિક નગર સેવકો અને અને સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. જો કે, આરોગ્ય વિભાગને લગતી રજુઆતો માટે મળેલી આ મીટિંગમાં રસ્તા પરના દબાણો બાબતે વધુ રજુઆત થઇ હતી. ઉધના ઝોનમાં મુખ્યત્વે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં લાલિયાવાડી બાબતે જયારે સેન્ટ્રલ ઝોનમાં ચારે બાજુ ખોદકામ વચ્ચે સફાઇમાં લોલંમલોલ ચાલતું હોવાથી આખો ઝોન ઘુળિયો બની ગયો હોવાની ફરિયાદો વધુ થઇ હતી.

મળતી વિગતો મુજબ સેન્ટ્રલ ઝોનની મીટિંગમાં કોટ વિસ્તારના નગર સેવકોએ મુખ્યત્વે સફાઇમાં લાલિયાવાડી બાબતે નારાજગી વ્યકત કરી હતી. ઝોનમાં મેટ્રો, પાણી અને ગટર વિભાગની કામગીરીના પગલે ઠેર ઠેર ખોદકામ થઇ રહ્યાં છે. જયારે બીજી બાજુ સફાઇના નામે જાણે મીંડુ હોય તેવી હાલત છે તેથી સેન્ટ્રલ ઝોન ઘુળીયો ઝોન બની ગયો હોય તેવી હાલત છે. તેથી સફાઇની ફ્રિકવન્સી વધારીને તેમજ રાત્રિ સફાઇ પણ વધારે કરીને કોટ વિસ્તારના લોકોને ધુળિયા વાતાવરણમાંથી મુકિત આપવા રજુઆતો થઇ હતી. આ ઉપરાંત ઉધના ઝોનમાં પણ મીટિંગ થઇ હતી. જેમાં નગર સેવકોએ છેલ્લા ઘણા સમયથી ઝોનમાં ડોર-ટુ-ડોર કચરો એકઠો કરતી એજન્સી સામે વ્યાપક ફરીયાદો કરવામાં આવી હતી. ઉધના ઝોનમાં ઘણા વિસ્તારોમાં નિયમિત કચરાગાડી આવતી નથી. પરંતુ ડોર-ટુ-ડોરની ગાડીઓ કચરો લેવા જ નથી આવતી તેવી ફરીયાદો છે. અધિકારીઓ દ્વારા પણ આ એજન્સીને આ અંગે સુચના આપી હતી તેમ છતાં ઉધના ઝોનમાં ડોર-ટુ-ડોરના કોન્ટ્રાક્ટર ઓમ સેવા સંસ્થા દ્વારા કામગીરીમાં લાલિયાવાડી જ બતાવવામાં આવી રહી છે. જેના કારણે શુક્રવારે ઉધના ઝોનમાં મળેલી આરોગ્ય સમિતિની મીટિંગમાં સમિતિના ચેરમેન દર્શિની કોઠીયાએ આ એજન્સીને ડિસક્વોલિફાય કરાશે તેમ જણાવ્યું હતું. હવે જો આ કોન્ટ્રાક્ટરની ફરીયાદ આવશે તો તેઓને કામગીરીમાંથી ડિસક્વોલીફાય કરી દેવાશે તેવી સુચના આપી દીધી હતી.

Most Popular

To Top