National

કોરોનાનાં બુસ્ટર ડોઝની કિંમતમાં ઘટાડો, હવે આ કિંમતમાં મળશે

નવી દિલ્હી: સીરમ ઇન્સ્ટિટ્યૂટ(SII)ની કોરોના(Corona) વેક્સિન(Vaccine) કોવિશિલ્ડની કિંમતો(Price)માં ઘટાડો(Reduction) કરવામાં આવ્યો છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કેસીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાએ ખાનગી હોસ્પિટલો માટે કોવિડશિલ્ડ વેક્સીનની કિંમત 600 રૂપિયાથી ઘટાડીને 225 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે.

અદાર પૂનાવાલાએ કહ્યું કે અમને એ જાહેર કરતાં આનંદ થાય છે કે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા પછી, SII એ ખાનગી હોસ્પિટલો માટે કોવિશિલ્ડ રસીની કિંમત રૂ. 600 થી ઘટાડીને રૂ. 225 પ્રતિ ડોઝ કરવાનો નિર્ણય લીધો છે. તે જ સમયે, તેમણે કહ્યું કે 18+ વય જૂથ માટે સાવચેતીના ડોઝ ખોલવાના કેન્દ્રના નિર્ણયની ફરી એકવાર પ્રશંસા કરીએ છીએ.

ખાનગી કેન્દ્રમાં બૂસ્ટર ડોઝનો કેટલો ખર્ચ થશે?
કોરોના સામેની લડાઈમાં રવિવારથી વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે 10 એપ્રિલથી ખાનગી રસીકરણ કેન્દ્રો પર 18 થી 59 વર્ષથી વધુ ઉંમરના પાત્ર લોકોને કોવિડનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. આવી સ્થિતિમાં, તે બધા લોકો જેમની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ ગઈ છે અને તેઓએ બીજો ડોઝ લીધા પછી 9 મહિના પૂર્ણ કર્યા છે, તેઓ બૂસ્ટર ડોઝ મેળવી શકે છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે રવિવારે 18-59 વર્ષની વય જૂથ માટે સાવચેતીના ડોઝ અંગે રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ આરોગ્ય સચિવોની બેઠક યોજી હતી. સરકારનું કહેવું છે કે ખાનગી રસીકરણ કેન્દ્રો બૂસ્ટર ડોઝ માટે સર્વિસ ચાર્જ તરીકે મહત્તમ રૂ. 150 સુધી વસૂલી શકે છે.

કોવિશિલ્ડની કિંમત 600 રૂપિયાથી ઘટાડીને 225 રૂપિયા કરવાનો નિર્ણય
કોવિશિલ્ડની કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશિલ્ડની કિંમત 600 રૂપિયાથી ઘટાડીને 225 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં, કોવિશિલ્ડના એક બૂસ્ટર ડોઝની કિંમત હવે 405 રૂપિયા થશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોરોના વેક્સિન કોવિશિલ્ડની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું છે કે હવે ખાનગી હોસ્પિટલોમાં 225 રૂપિયાની વેક્સિન લગાવવામાં આવશે. પહેલા તેની કિંમત 600 રૂપિયા હતી.

Most Popular

To Top