Columns

વાસ્તુશાસ્ત્રમાં સ્તંભ (કોલમ) અને બીમને અદ્દભૂત પરિભાષા

હવે, વાચકમિત્રોને ખ્યાલ આવી જ ગયો હશે કે એક પ્રચંડ વાસ્તુપુરુષ આપણી કોઇ પણ પ્રોપર્ટીમાં સૂતેલો કલ્પવામાં આવે છે અને એની પસંદગી નાપસંદગી અનુસાર ઘરના અલગ અલગ વિભાગમાં અલગ – અલગ વ્યવસ્થાનો વિચાર થાય છે. કોઇ પણ સ્ટ્રકચરને એક જીવિત કલ્પવામાં આવે છે. સ્ટ્રકચરમાં આવતા બીમ – કોલમને મકાનનાં હાડકાં મનાય છે, જેની મજબૂતીથી મકાનનું આયુષ્ય અને સલામતી નકકી થાય છે.

પરંતુ આ સ્ટ્રકચર પ્લાન કરતી વખતે પેલા વાસ્તુપુરુષનાં મહત્ત્વનાં અંગો કે બિંદુઓ જેને આપણે મર્મસ્થાન કહીએ છીએ તેનું ધ્યાન રાખવું ઘટે. આપણા શરીરમાં જેમ અમુક અવયવો કે બિંદુઓ ખૂબ મહત્ત્વનાં ગણાય અને જેને damage કરવાથી તાત્કાલિક મૃત્યુ થાય તેવા જ બિંદુઓ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં પણ ગણતરીમાં લેવાં પડે. માનવશરીરમાં મસ્તિષ્ક, હૃદય, ગુપ્તાંગ, વક્ષસ્થળ, વગેરેને આવાં નાજુક અને મહત્ત્વનાં બિંદુઓ ગણાવાયાં છે તે જ રીતે વાસ્તુપુરુષનાં શરીરનાં પણ આવાં મર્મ બિંદુઓ નીચે આકૃતિમાં દર્શાવ્યાં છે.

આ આકૃતિ સમરાંગણ સૂત્રધાર નામક ગ્રંથના અધ્યાય-૧૩ માંથી લેવાયેલ છે. વાસ્તુ મંડળમાં એક કર્ણથી બીજા કર્ણ સુધી બે રેખાઓ દોરવી એટલે કે ઇશાનથી નૈઋત્ય તેમ જ અગ્નિથી વાયવ્ય. આ બન્ને રેખાઓ જયાં છેદે ત્યાં કમળના મધ્ય ભાગની કલ્પના કરવી. બ્રહ્માની ઉત્પત્તિ કમળમાંથી થયેલી એ સ્થાન વાસ્તુપુરુષની નાભિ છે, જેને આપણે મહામર્મસ્થાન કહીશું. આપણે ગમે તેવા દિગ્ગજ મહાપુરુષની કલ્પના કરીએ. પછી એ મોદી હોય કે બચ્ચન કે અંબાની… બધાંનો જ જન્મ તો મા ની કોખમાંથી જ થયો ને કોખનું મહત્ત્વ અને સન્માન જળવાવું જ જોઇએ. આ ભાગમાં કોઇ પણ ઘરમાં ફંટીંગ અને કોલમ આવે તે ના જ ચાલે. માથે આવતો બીમ પણ avoid કરીએ તો સારું. મા ની કોખનું મહત્ત્વ હોસ્પિટલના ICU room કરતાં પણ વધારે છે. ત્યાં ગરમી, ઠંડી, ગંદકી, કાંટો, હાડકાં, બદબૂ બધું જ ઘરમાં હવે પછી પેદા થનાર વ્યકિતની ગુણવત્તામાં નકારાત્મક અસર કરશે. પરંતુ કોલમ – બીમ – ફંટીંગ તો અત્યંત આઘાતજનક પરિણામ આપી શકે. ઘરનાં મધ્ય ને શાસ્ત્રમાં બ્રસ્મસ્થાન કીધું છે.

ચેરી કમલ-ગટ્ટાની સુગંધ પણ ખૂબ જ હકારાત્મક લાવે છે. નવા બ્રહ્મા સમાન જીવોને ઘરમાં આમંત્રે છે.
અનોખી અનાયા પૂછે છે કે અમુક લોકો એક રાતિમની જેમ ખાદ્યા-કરે, અને પોતાના પેટને એટલે કે શરીરના બ્રહ્મસ્થાનની મર્યાદા ના રાખે તો માનવશરીરના વાસ્તુ ઉપર તેની અવળી અસરને આની સાથે સરખાવી શકાય? હાં, આપણાં પેટ-જઠર માટે પણ આયુર્વેદમાં ઘણું કહેવાયું છે. મોટે ભાગની બીમારીથી જડ ખરાબ પેટમાં જ હોય છે તેમજ ચહેરા પર દેખાતી તંદુરસ્તી, સુંદરતા, સૌમ્ય, હકારાત્મકતા પણ માનવ-પેટ (બ્રહ્મસ્થાન)ની સ્વચ્છતા, સુઘડતા અને તંદુરસ્તી સાથે સરખાવી શકાય.

બ્રહ્મસ્થાનથી ઇશાનમાં શિળિના પદ સુધીની રેખા – વાસ્તુપુરુષની કરોડરજજુ ગણાય. ત્યાં સ્તંભરચના કરવાથી ગૃહસ્વામીને શારીરિક અને માનસિક પીડા થાય છે. મર્મસ્થાનમાં આવેલ સ્તંભ સંતતિને હાનિ કરનાર છે અને શત્રુભય ઉત્પન્ન કરે છે.
કોઇ પણ ભવનમાં સ્તંભની સંખ્યા એકી એટલે કે ૧-૩-૫-૭ એમ ન રાખતાં બેકી જ એટલે કે ૨-૪-૬-૮ એમ રાખવી. કોઇ પણ ખંડ (રૂપ)ની બરાબર મધ્યમાં પણ કોઇ કોલમ (સ્તંભ) ના જ આવવો જોઇએ.

અહીં કોલમના આકારો પ્રમાણે અપાયેલ શાસ્ત્રોકત નામકરણ જાણવા દિલચસ્પ રહેશે.
રૂચક સ્તંભ જે સ્તંભનું section ચોરસ કે લંબચોરસ હોય, તેને (રૂચક) પ્રકારનો સંતભ કહેવાય.
મોટે ભાગે આજકાલ, નવાં મકાનોમાં આ જ પ્રકારના ઉપયોગ થતાં હોય છે.
જે કોલમ Section માં, ગોળ કે વર્તુળ આકારનો હોય તેને (વૃત્ત) નામક સ્તંભ કહેવાય. આજના જમાનામાં આ સ્તંભનો ઉપયોગ પણ અનિવાર્ય જગ્યાએ કરે છે.

ખાસ કરીને બહારનાં elevation માં ગોળ કોલમ વપરાતો હોય છે. ઘણી વખત પાર્કીંગ વગેરેમાં ડ્રાઇવિંગની સુલભતા માટે ગોળ કોલમ વપરાય છે. આ ઉપરાંત મંદિરો, જીનાલય તેમજ રજવાડી ભવનોમાં વ્રજ એટલે કે આઠ ખૂણાવાળો (અષ્ટકોણ), દ્વિવ્રજ એટલે કે 16 ખૂણાવાળો ષોડશકોણ તેમજ પ્રતિનક એટલે કે બત્રીસ ખૂણાવાળા કોલમ કે સ્તંભનો પણ ઉપયોગ થાય છે. આ બધા આકારના સ્તંભો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શુભ ગણાયા છે.

Most Popular

To Top