Charchapatra

ખેડૂત આંદોલન : જીદ કોના પક્ષે?

આ વખતનું ખેડૂતોનું આંદોલન ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.  બહુધા આંદોલનો કંઈક ને કંઈક માંગણીને લઈને થતાં હોય છે. જ્યારે આ વખતનું ખેડૂત આંદોલન એ રીતે પણ વિશિષ્ટ બની રહે છે કે  જે કોઈ માંગણી માટે નહીં,  પરંતુ સરકારે બંધારણને વફાદાર રહ્યા વગર લોકશાહી પ્રમાણે સંવિધાનને અનુસર્યા વગર બહુમતીના જોરે ત્રણ કૃષિ બિલ ખેડૂતોને માથે ઠોકી બેસાડ્યાં છે,  એટલે આ વખતનું આ ખેડૂત આંદોલન એ રીતે પણ વિશિષ્ટ કહેવાય કે ખેડૂતોને જે નથી જોઈતું તે સરકાર પરાણે આપવા માંગે છે. 

જે ખેડૂતોને મંજૂર નથી. સરકાર અને ખેડૂત એમ બંને પક્ષે અત્યારે જીદ દેખાઈ રહી છે,  પરંતુ ઊંડા ઊતરીએ તો સમજાય કે ખેડૂત જીદે નથી ચડ્યો,  પરંતુ સરકાર જીદે ચડી છે,  એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને સરકાર જે રીતે જીદે ચડી છે એ જોતાં સરકાર કોઈકનો હાથો બની  હોય અને સ્થાપિત હિતોના હાથમાં રમી રહી હોય,  એવી શંકા જવી સ્વાભાવિક છે.

સુરત     – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top