Gujarat

પાટણના સાંતલપુરમાં પાાડોશી મહિલાએ પોતાનું પાપ છુપાવવા બાળકી સાથે આચર્યું અમાનુષી કૃત્ય

પાટણના સાંતલપુર (Patan Santalpur village) ગામમાંથી કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં 11 વર્ષીય બાળકીનો જમણો હાથ પાડોશી મહિલાએ જ ઉકળતા ગરમ તેલમાં નાંખી બાળી નાંખ્યો છે. (Girl forced to dip hand in hoi oil) પોતાનું પાપ છુપાવવા માટે મહિલાએ બાળકી સાથે આચરેલા અત્યંત ક્રુર વર્તનના લીધે સમગ્ર પંથકમાં મહિલા વિરુદ્ધ રોષ વ્યાપી ગયો છે. આ સમગ્ર કેસની પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપી મહિલાને પકડી પાડી છે.

પીડિત 11 વર્ષીય બાળકી

બાળકી પર અમાનુષી અત્યાચારની આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવી છે. મહિલાએ પોતાની વાતની ખરાઈ કરવા માટે બાળકીનો હાથ ઊકળતા તેલમાં નંખાવ્યો હોવાની વાત સામે આવી છે. ઊકળતા તેલમાં હાથ નંખાવ્યા બાદ બાળકીએ બૂમાબૂમ કરી મૂકી હતી. પોતાનું પાપ છુપાવવા માટે માસૂમ બાળકી પર આચરેલા મહિલાએ આ અમાનુષી કૃત્યના લીધે ચારેકોરથી મહિલા પર ફીટકાર વરસી રહ્યો છે.

સાંતલપુર ગામ ખાતે રહેતી લખી મકવાણા નામની મહિલાને પીડિત બાળકીએ થોડા દિવસ પહેલા કોઈ અજાણ્યા પુરુષ સાથે વાતચીત કરતા જોઈ લીધી હતી. જે બાદમાં મહિલાને શંકા પડી હતી કે બાળકીએ આ વાત કોઈને કહી દીધી હશે. બાળકીએ કોઈને આ વાત નથી કરતી તેની ખાતરી કરવા માટે મહિલાએ બાળકીને પોતાના ઘરે બોલાવીને ઊકળતા તેલમાં હાથ નંખાવ્યો હતો. ઊકળતા તેલમાં નાંખવાથી બાળકીનો હાથ બળી ગયો હતો. જે બાદમાં તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ મામલે બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ આપી છે.

પીડિત બાળકી
  • મહિલાને પરપુુરુષ સાથે વાત કતા બાળકી જોઈ ગઈ હતી, મહિલાને શંકા પડી કે બાળકીએ કોઈને કહી દીધું હશે
  • પોતાના ઘરે લઈ જઈ સતના પારખાં કરાવ્યા, કળતા તેલમાં નાંખવાથી બાળકીનો હાથ બળી જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી

પીડિત 11 વર્ષીય બાળકી સંગીતા મંગળવારે ઘરે એકલી હતી ત્યારે આરોપી મહિલા લખી મકવાણા ઘરે આવ્યા હતા અને અજાણી વ્યક્તિ સાથે વાત કરવાના બનાવને લઈને બાળકીને ધમકાવી હતી. લખીબેને એવું જાણવાનો પ્રયાસ કર્યો હતો કે સંગીતાએ આ વાત કોઈને કરી છે કે નહીં. બાળકીએ ઇન્કાર કરતા લખીબેને તેણીને ઊકળતા તેલમાં હાથ નાખીને સતના પારખા કરવા માટે જણાવ્યું હતું. જે બાદમાં લખીબેન બાળકીને પોતાના ઘરે લઈ ગયા હતા અને અજાણી વ્યક્તિ સાથે વાત કરવાની વાત કોઈને કહી ન હોય તો ખાતરી માટે ઊકળતા તેલમાં હાથ નાંખવા જણાવ્યું હતું.

આરોપી મહિલા

પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
લખીબેનની ઊકળતા તેલની વાત સાંભળીને બાળકી ડરી ગઈ હતી અને તેણીએ આવું કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં લખીબેને બળજબરીથી બાળકીનો હાથ પકડીને ઊકળતા તેલમાં નાખી દીધો હતો. ઊકળતા તેલમાં હાથ નાખતા જ બાળકીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જે બાદમાં આસપાસના લોકોએ બાળકીને તાત્કાલિક હૉસ્પિટલ ખાતે ખસેડી હતી. આ મામલે ફરિયાદ થતાં પોલીસે આરોપી લખીબેનની ઘરપકડ કરી છે.

Most Popular

To Top