Dakshin Gujarat

પારડી હાઇવે પર સેલવાસના પરિવારની કારને અકસ્માત, કારના આગળના ભાગનો ભુક્કો બોલાઈ ગયો

પારડી: (Pardi) પારડી નેશનલ હાઇવે નં.48 (National Highway 48) ઓરવાડ પાસે ક્રોસિંગ પર ટેમ્પો (Tempo) આવી જતા કાર (Car) સાથે અકસ્માત (Accident) સર્જાયો હતો. અકસ્માતમાં કારના (Car) આગળના ભાગનો ભુક્કો બોલાઈ ગયો હતો. જોકે સદ્નનસીબે કારમાં સવાર સેલવાસના પરિવારનો આબાદ બચાવ થયો હતો. ટેમ્પો ચાલક સ્થળ પર ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો.

પારડીથી વાપી જતા ટ્રેક ઉપર સેલવાસનો પરિવાર એક કારમાં પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ઓરવાડ ખેતલધાબા ક્રોસિંગ પાસે ટેમ્પો આવી ચઢતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા દોડી આવ્યા હતા. અકસ્માતમાં કારના આગળના ભાગનો ભુક્કો બોલાઈ ગયો હતો. જોકે સદ્નસીબે કારમાં સવાર સેલવાસના પરિવારનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક સર્જાયો હતો. અને ટેમ્પો ચાલક સ્થળ પર ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો. આ અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી.

માંડવીમાં વડ નીચે સૂતેલા વ્યક્તિના માથા પર જેસીબી મશીનનું ટાયર ફળી જતાં દર્દનાક મોત
માંડવી: માંડવીના તુકેદ ગામે આવેલા ભવાની માતાના મંદિર પાસે વડની નીચે સૂતેલા 45 વર્ષયી આધેડના માથા પરથી જેસીબી મશીનનું ટાયર ફળી જતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. પોલીસે સ્થળ પર પહોંચી મૃતકનો લાશનો કબજો લઈ જેસીબી ચાલક રોશન ચૌધરીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

માંગરોળના બોરસદ ગામના ઝઘડિયા ફળિયા રહેતા રાજેશ લલ્લુ ગામીત (ઉં.વ.45) બપોરે સાડા બારેક વાગ્યાના સમયે તુકેદની સીમમાં ભવાની માતાના મંદિર પાસે વડની નીચે સૂતા હતા. એ દરમિયાન ખેતરાડી રસ્તાની નજીકથી પસાર થતું જે.સી.બી. મશીન નં.(GJ.05,CE-7100)ના ઓપરેટર રોશન રમેશ ચૌધરી (રહે.,અરેઠ, ડુંગરી ફળિયું)એ પૂરઝડપે હંકારતાં વડની નીચે સૂતેલા રાજેશ ગામીતના માથા પરથી ટાયર ફળી જતાં ઘટના સ્થળે મોત થયું હતું. જેસીબી ચાલકે અકસ્માત કરી ભાગી છૂટવાનો પ્રયાસ કરતા સ્થળ પર ઊભેલા ટોળાએ તેમને પકડી પોલીસને જાણ કરી હતી. જે બાબતે પોલીસે સ્થળ પર પહોંચી મૃતકનો લાશનો કબજો લઈ જેસીબી ચાલક રોશન ચૌધરીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જેસીબીના ઓપરેટરે રોશન ચૌધરી ઉપર મશીન ચલાવ્યું હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે.

Most Popular

To Top