Dakshin Gujarat

અંકલેશ્વરમાં જાહેરાત જોઈ મકાન ખરીદવાનું શિક્ષક દંપતીને ભારે પડી ગયું

ભરૂચ: (Bharuch) અંકલેશ્વર શહેરના શ્રીધર કો-ઓપરેટિવ સોસાયટીમાં (Society) મકાન (Home) ઉપર મોર્ગેજ (Mortgage) કરી લોન મેળવી મકાનમાલિકે નિવૃત્ત શિક્ષક (Teacher) દંપતી સાથે 29 લાખની છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 15.50 લાખની લોન (Loan) ભરપાઈ નહીં કરી હોવાથી બેંકના (Bank) કર્મચારીઓએ પઝેશન નોટિસ (Notice) ચીપકાવી ત્યારે દંપતીને સમગ્ર ઘટનાની ખબર પડી હતી.

  • અંકલેશ્વરમાં જાહેરાત જોઈ મકાન ખરીદવાનું શિક્ષક દંપતીને ભારે પડ્યું, 9 વર્ષથી મકાન મોર્ગેજ હતું
  • 15.50 લાખની લોન ભરપાઈ નહીં કરી હોવાથી બેંકના કર્મચારીઓએ પઝેશન નોટિસ ચીપકાવી ત્યારે દંપતીને ખબર પડી
  • નિવૃત્ત શિક્ષક દંપતીને મકાનમાલિક છેતરી જતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ

ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ કવિતાધામ રહેતા શિવાની દલપતસિંહ ચૌહાણનાં માતા-પિતા શિક્ષક તરીકે નિવૃત્ત થયાં છે. જેઓ અંકલેશ્વરના રામનગર પાસે પુનીતનગરમાં રહે છે. જે નિવૃત્ત દંપતીએ પુત્રી માટે મકાન લેવાની ઈચ્છા હોવાથી છાપામાં જાહેરાત જોઈ હતી કે, શ્રીધર કો-ઓપરેટિવ સોસાયટીમાં આવેલ મકાન નંબર-ડી.77 મકાન વેચવાનું છે. જેથી નિવૃત્ત દંપતી પુત્રી સાથે મકાન જોવા ગયું હતું અને મકાન તેઓને પસંદ આવતાં તેમણે મકાનમાલિક અને જલારામ સોસાયટી મિલ કમ્પાઉન્ડમાં ચિત્રકૂટમાં રહેતા ચેતન રમેશ પટેલને મળ્યા હતા.

જેમણે મકાન 29 લાખમાં વેચાણ કરવાનું કહેતાં શિક્ષક દંપતી ખરીદી કરવાની તૈયારી બતાવતાં મકાનમાલિકે એક મહિનામાં પૂરેપૂરી રકમ આપવા જણાવ્યું હતું. જો મહિનામાં રૂપિયા નહીં આપે તો 50 હજાર વધારે લેવાનું કહેતાં ગત તા.15 મે-2014માં દસ્તાવેજથી ખરીદી કરી હતી. જેમણે 13 લાખ રોકડા અને 16 લાખ ચાર ચેકથી આપ્યા હતા. જે બાદ મકાનના દસ્તાવેજ માટે વૃદ્ધ દંપતી અવારનવાર ચેતન પટેલને ત્યાં ધક્કો ખાતાં તેમને બહાનાં બતાવી ટાળી રહ્યો હતો.

દરમિયાન ગત તા.17 જાન્યુઆરી-2023માં બેંક ઓફ બરોડાની પઝેશન નોટિસ બેંકના અધિકારી લગાવી જતાં મકાન ખરીદી કરનાર દંપતીના હોશ ઊડી ગયા હતા. મૂળ મકાનમાલિકે બેંક ઓફ બરોડામાંથી મોર્ગેજ હેઠળ 15.20 લાખની લોન લીધી હોવાનું બહાર આવ્યું હતું. જેથી મકાન ખરીદી કરનાર પોતે છેતરાયા હોવાનું માલૂમ પડતાં તેમણે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસમથક ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધી ઠગ ચેતન પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top