Dakshin Gujarat

પલસાણાના દસ્તાનની પેપર મિલમાં આગ: 12 હજાર ટન વેસ્ટ પેપર સ્વાહા

પલસાણા: પલસાણાના (Palsana) દસ્તાન ગામે આવેલી તુલસી પેપર મિલના ગોડાઉનમાં ગત મોડી રાતના સુમારે લાગેલી વિકરાળ આગમાં અંદાજે ૧૨ હજાર ટન રો મટિરિયલ (વેસ્ટ પેપર) બળીને ખાખ થઇ ગયું હતું. તેમજ ગોડાઉનનો સોડ પણ આગની (Fire) લપેટમાં આવી ગયો હતો. ત્યારે મોડી સાંજના સુમારે લાગેલી આગ પર ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ સવારના ૭ વાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના દસ્તાન ગામની સીમમાં આવેલી તુલસી પેપર મિલમાં ગત સોમવારે મોડી સાંજના સુમારે ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. અને જોતજોતામાં અંદાજે ૬ વીઘાંના આ ગોડાઉનમાં મૂકવામાં આવેલા રો મટિરિયલ (વેસ્ટ પેપર) સંપૂર્ણ રીતે આગની લપેટમાં આવી ગયું હતું. આ ઘટનાની જાણ બારડોલી ફાયર, પીઇપીએલ ફાયર તેમજ સુરત એસ.એમ.સી.ની ફાયરની ટીમ આગને કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. અને ૧૦ જેટલા ફાયરના બંબા સાથે ફાયરની ટીમે ભારે જહેમત બાદ સવાર સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેમાં અંદાજે ૧૨ હજાર ટન વેસ્ટ પેપર બળીને ખાખ થઈ ગયા હતા. પરંતુ આગને લઇ કેટલું નુકસાન થવા પામ્યું છે તે જગ્યાનો સરવે કર્યા બાદ જાણવા મળશે તેવું સંચાલકોનું કહેવું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, તુલસી પેપર મિલમાં ફાયરની સુવિધા હતી. પરંતુ ગોડાઉનમાં પાછળના ભાગે ફાયરની સુવિધા હોવાથી ત્યાં આગને લઇ જઇ શકાય તેમ નહોતું જેને લઇ આગ જોતજોતામાં આખા ગોડાઉનમાં લાગી હતી. ગોડાઉનમાં આવેલી ફાયરની સુવિધા જો યોગ્ય જગ્યાએ રાખવામાં આવી હોત તો આટલી મોટી દુર્ઘટના ના સર્જાઇ હોત. ત્યારે આ અગે પલસાણા પોલીસે જાણવાજોગ ફરિયાદ લઇ આગળની તજવીજ હાથ ધરી છે.

ચીખલીના ધોબીવાડમાં કટલરીની દુકાનમાં શોર્ટસર્કિટથી આગ
ઘેજ : ચીખલીના ધોબીવાડમાં આવેલી કટલરીની દુકાનમાં રાત્રીના સમયે અચાનક શોર્ટસર્કિટથી થતાં આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલીના ધોબીવાડ હનુમાનજી મંદિર સામે આવેલી મયુરી આર્ટ નામની દુકાનમાં રવિવારની રાત્રીના સમયે ધુમાડો નીકળતો હતો. જેના પગલે દુકાનના સંચાલકે ફાયર વિભાગને જાણ કરતા બીલીમોરા, ગણદેવી અને નવસારી નગરપાલિકાના ફાયર ફાયટર આવી પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગના કારણે દુકાનના પ્રથમ માળે રાખેલો સરસામાન બળીને ખાખ થઇ જતા દુકાનની મિલકતને આર્થિક મોટું નુકસાન થવા પામ્યું હતું. બનાવને પગલે નાયબ મામલતદાર સુરેશભાઈ દેસાઈ, પીએસઆઇ એસ.જે.કડીવાલા, ચીખલી સરપંચ વિરલભાઈ પટેલ સહિતનાઓ આવી પહોંચ્યા હતા.

Most Popular

To Top