Charchapatra

પેપર લીક કૌભાંડ

રાજ્યમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ૧૧૮૧ જુનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થવાનો મામલો ખૂબ જ ગાજ્યો છે. અત્યાર સુધીમાં ૧૫ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને કોર્ટે તમામ આરોપીઓના ૧૦ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પેપર લીક થવાનો મામલો આ પહેલીવારનો નથી. અગાઉના કિસ્સાઓમાં કોને શું સજા થઈ ? કંઈ જ નહી. બઘું ભીનું સંકેલાઈ ગયું હશે. હવે સવાલ એ વાતનો છે કે હજારો અરજી કરનારાઓની પરિક્ષા રદ થવાને કારણે શું હાલત થતી હશે તેનો કોઈ અંદાજ છે ખરો ?

જી બિલકુલ નથી. ખરેખર તો આવા આરોપીઓને માટે એક જ સજા હોય શકે અને તે છે તાત્કાલીક ફાંસી. જો આ પ્રકારની સજા શરૂ થશે તો જ ગુનેગારોની શાન ઠેકાણે આવશે. કોઈને મારી આ વાતમાં અતિશયોક્તિ લાગશે. પણ જરા વિચારો આપણે ત્યાં એક એવી ઉકિત છે કે સો ગુનેગાર ભલે છૂટી જાય એક નિર્દોષને સજા થવી નહી જોઇએ અને આ ઉક્તિને જે રીતે અમલમાં મુકવામાં આવે છે તેને લીધે ગુનો આચરનારાઓને મોકળું મેદાન મળી જાય છે. આ ઉક્તિને આપણા દેશમાં ઉલટાવવાની જરુર છે અને સો નિર્દોષને ભલે સજા થતી એક ગુનેગાર છટકવો જોઈએ નહી એવી વાતનો અમલ કરવાનો સમય આવી ગયો છે. ભય વિના પ્રીતિ નહી એ વાત અહીં બંધ બેસે છે.

જો આ દેશમાં ગુનેગારોને ગુનો કરતા અટકાવવા હોય તો આ રીત અમલમાં મુકાવી જોઈએ. અત્યારે જે બન્યું છે તેમાં કોર્ટ કેસ લાંબો ચાલે અને ગુનેગારોના વકીલો કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરી દોષિતોને છોડાવે તો નવાઈ પામવા જેવું નથી. ફકત પેપર લીક કેસોની જ વાત નહી પણ અન્ય દરેક ક્ષેત્રમાં પણ ગુનેગારો આને કારણે જ ગુનો આચરતા અચકાતા નથી એ એક નિર્વિવાદ હકીકત ગણાવી જોઈએ. ચમત્કાર વગર નમસ્કાર નહી એ રીતરસમનો ઉપયોગ જ કારગત નીવડી શકે એવું મારું સ્પષ્ટ માનવું છે. અત્યાર સુધીમાં કેટલા તપાસ પંચ નિમાયા, કેટલા કોર્ટ કેસ નોંધાયા અને તેના પરિણામો તરફ નજર કરશો તો સમજાય જશે કે કોઇને કશું થયું નથી પછી ગુનો મોટો હોય કે નાનો. પાપડી ભેગી ઈયળ બફાય એવું પણ બની શકે પણ સરવાળે ગુનાખોરીનું પ્રમાણ ગણનાપાત્ર માત્રામાં ઘટે તેમાં કોઈ શંકાને સ્થાન હોવું જોઈએ નહી.
સુરત     – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બજેટમાં ગરીબ વર્ગ તરફ જોવું જરૂરી હતું
20023 24 ના બજેટમાં ટેક્સ સ્લેબમાં ધારના મુજબ ગરીબ  કે મધ્યમ વર્ગ માટે એટલો મોટો બદલાવ થયો નથી આજે વધેલી મોંઘવારી ના હિસાબે આઠ લાખ કમાનાર મધ્યમ વર્ગ પણ ગરીબ કહેવાય છે તો આઠ લાખ રૂપિયા ની આવક સંપૂર્ણ ટેક્સ ફ્રી રાખવી જોઈતી હતી પરંતુ તે મુજબ થઈ શક્યું નથી જો આઠ લાખ રૂપિયાની આવક  ટેક્સ ફ્રી હતે તો લોકોની નંબરમાં ખરીદ શક્તિ વધતે તેમજ રોકાણ કરનારા માટે રોકાણ કરવાનો રસ્તો સરળ રહેતે આજે ત્રણ લાખ રૂપિયા કમાનાર અતયતં ગરીબ કહેવાય આ વાત સરકારને ખબર  હોવા  છતાં ગરીબ વર્ગની અનદેખી  કરી છે તે યોગ્ય  નથી  .
સુરત      – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બુરે કામ કા, બુરા નતિજા
ગુજરાતીમાં કહેવાય છે. જેવું કર્મ કરો તેવું ફળ મળે, ઉમદા કામ કરો તો નામ – દામ, કિર્તી, યશ મળે. જયારે કુકર્મ – પાપાચાર કરો તો અંજામ બુરો આવે છે. હાલમાં અમદાવાદની સેશન્સ કોર્ટે ૨૦૧૩ ના વર્ષમાં બનેલા કેસમાં દોષિત પુરવાર થયેલા આસારામને આજીવન – કેદની સજા ફટકારી છે. જયારે અન્ય સાત આરોપીને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો છે. ૨૦૧૧ માં સુરતની બે મહિલા સાથે દુષ્કર્મ કરવા બદલ ૨૦૧૩ માં બે મહિલાઓએ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ પુરવાર થતાં કોર્ટ સજા ફરમાવી છે. હાલ આસારામ જોધપુરની જેલમાં અગાઉના કેસની સજા ભોગવી રહ્યા છે. તેના મહિલાઓનું યોન શોષણ તથા બળાત્કારનો ગુનો દાખલ થતાં સજા થઇ હતી.

નવાઇની વાત એ છે કે આસારામ ગુનાહીત માનુસ ધરાવે છે. અને જેલમાં સજા કાપી રહ્યા છે. છતાં તેના અસંખ્ય અનુયાયીઓ આસારામની હજી પણ પૂજા-અર્ચના કરેછે. જે અંધ-શ્રદ્ધા બરાબર છે. તથા આસારામનો પૂત્ર નારાયણ સાંઇ પણ અનેક ગુના હેઠળ જેલની સજા કાપી રહ્યો છે. આમ ‘બુરે કામકા, બૂરા નતિજા’ સ્લોગન સાચું પડયું છે. આસારામ અને શ્રી જલારામ આ બંને શબ્દો સરખા લાગે છે. પરંતુ બહુ ફરક છે. વિરપુરના સંત પૂ. જલારામ બાપાએ તો પોતાની પત્ની વીરબાઇને ભગવાનને દાનમાં આપી દીધી હતી, જયારે કળીયુગમાં કહેવાતા સંત આસારામ એ તો બીજાની પત્નીઓનું યૌન-શોષણ કરીને પાપાચાર આચર્યો હતો, જેનું ફળ ભોગવી રહ્યા છે.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top